તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:વાલોડ ખાતે હિન્દુ યુવતીને મુસ્લીમો દ્વારા પ્રેમજાળમાં ફસાવી ભગાવી ગયા બાદ એનું ધર્માંતરણ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે.જેના વિરોધમાં ૧૭મી મે નારોજ વ્યારા ખાતે હિન્દુ સમાજના આગેવાનો,સંગઠનો અને હિન્દુ સમાજના નાગરિકો દ્વારા નગરના માર્ગો પર રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.આ ઘટનાની પૂર્ણ તપાસ થાય અને દોષિતો સામે પગલા લેવાય તેમજ આવી ઘટના સોનગઢ નગર અને તાલુકામાં ન થાય તે માટે સખત પગલા ભરવાની માંગ સાથે VHP,બજરંગ દળ અને સોનગઢ શહેર હિન્દુ સંગઠન દ્વારા આજરોજ સોનગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.અત્રેઉલ્લેખ્નીય છેકે,છેલ્લા એક વર્ષમાં વાલોડ વિસ્તાર માંથી 12 થી વધુ હિન્દુ સમાજની યુવતીઓ લવ જેહાદની શિકાર બની હોવાની ઘટના સામે આવી છે જેને લઇ હિન્દુ સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે.વિવિધ સંગઠનો દ્વારા લવ જેહાદ ની અનૈતિક પ્રવૃત્તિ સામે પગલા ભરવા માટે રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવા રહ્યા છે.ત્યારે તંત્ર આ બાબતને ગંભીરતા લઈ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
High light:મુસ્લીમો દ્વારા “લવ જેહાદ”ની પ્રવૃત્તિ થકી યુવતીઓને ભગાવી ધર્મપરિવર્તન કરાવવાની ઘટના સામે પગલા ભરવા માંગ..
high light- Tapimitr.com અને તાપી જીલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપમાં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે માત્ર NEWS લખી મોકલો જેમાં આપ જાણી શકો છો આપસાપ ના વિસ્તારોમાં બનતી ઘટના અંગેના મહત્વના અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application