Tapimitra News-કોરોના મહામારી વચ્ચે સુરતની અગ્રણી ધાર્મિક, સામાજિક સંસ્થા શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ, ઉધના દ્વારા સેવાયજ્ઞ શરૂ કરાયો છે. ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારો, પરપ્રાંતીય કામદારોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત, જરૂરિયાતમંદ લોકો સહિત રાત-દિવસ કામ કરતા સફાઈ કામદારો, બેલદારો, ટી.આર.બી જવાનો, મહાનગર પાલિકા ,પોલીસ કર્મચારીઓને દરરોજ ૫૫૦ જેટલા નંગ ફુડ પેકેટ સાથે છાશ અને ૩૦૦ નંગ પાણીની બોટલ વિતરણ કરવામાં આવે છે. સાથોસાથ પક્ષીઓની ચણની વ્યવસ્થા કરીને નિયત જગ્યાઓ પર પક્ષીઓને ચણ આપવામાં આવી રહી છે. સેવાનાં ભગીરથ કાર્યમાં જોડાયેલ શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટની કામગીરીની સાંસદ સી.આર. પાટિલ દ્વારા સરાહના કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500