Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉનનો સમય ગાળો વધારવામાં આવતા કારખાનેદારોની ચિંતા વધી

  • April 14, 2020 

Tapimitra News-લોક ડાઉનનો સમયગાળો વધારવામાં આવતાં શહેરના ટેકસટાઇલ ઉધોગકારોની, ખાસ કરીને કારખાનેદારોની ચિંતા વધી ગઈ છે. કારખાનેદારોએ કારીગર વર્ગને જેમ તેમ સમજાવીને રોકી રાખ્યા હતા કે, આજે નહીં તો કાલે પરિસ્થિતિમાં સુધારો આવતા કશોક રસ્તો નીકળશે, પરંતુ લોક ડાઉન વધી જતાં હવે કારીગરોને કઈ રીતે કાબૂમાં રાખવા એ મોટી ચિંતા સૌને છે. કામરેજ લસકાણા વિપુલ નગરમાં ચાર દિવસ પહેલા કારીગરો દ્વારા મચાવવામાં આવેલી ધમાલને ધ્યાનમાં લઈને આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. પરંતુ હવે લોક ડાઉનનો સમયગાળો વધી જતાં કારખાનેદારોને કારખાનાઓની સલામતીનો ડર સતાવી રહ્યો છે. એક કારખાનેદારે જણાવ્યું કે, ગઈકાલે સાંજે ડાયમંડનગરમાં અનાજનો જથ્થો હોટલ ઉપર પહોંચાડવામાં આવ્યો, ત્યારે ભેગા થઈ ગયેલા કારીગરોએ એક જ વાત કરી હતી કે અમારા માટે ગમે તે રીતે વતન જવાની વ્યવસ્થા કરી આપો. જમવાનું અમારા માટે એટલું મહત્વનું નથી, વતનમાં અમારે કુટુંબની સાથે રહેવું છે. વળી અહીં ગરમી વધી રહી હોવાથી પણ કારીગરો એક ખોલીમાં સાથે રહી શકતા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application