Tapimitra News-કોરોનાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. શહેરમાં રોજે રોજ વધી રહેલા પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને તંત્ર આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. સુરતના વેસુ વીઆઈપી રોડ પર સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી રાખનાર તેમજ માસ્ક વગર રસ્તે નીકળેલા લોકોને અઠવા ઝોનના અધિકારીઓ દ્વારા હજાર રૂપિયાથી માંડીને ગંભીરતા પ્રમાણે દંડ ફટકારવામાં આવ્યો હતો. દુકાનો બંધ કરાવીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવ્યું હતું. સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર ૧૫૩ વ્યક્તિઓને રૂ.૩૧ હજાર અને માસ્ક ન પહેરનારા ૫ વ્યક્તિઓને રૂ.૨૫૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે. હવે માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને રૂ. ૫૦૦૦નો દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે એમ પાલીકા કમિશનરએ જણાવ્યું હતું. જેથી જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા અને જરૂરી કામ હોય ત્યારે બહાર નીકળતી વખતે શહેરીજનોએ માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવાની જાહેર જનતાને અપીલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application