Tapimitra News-વરાછા અને કતારગામની વિવિધ સસ્તા અનાજની દુકાનો એપીએલ કાર્ડ ધારકોએ વહેલી સવારથી લાઇનો લગાવી હતી. જોકે મોટા ભાગની દુકાનોમાં અનાજ પુરવઠો ફાળવાયો ન હોવાથી લોકોને બપોર સુધી હેરાન થવું પડ્યું હતું. આ સ્થિતિમાં દુકાન વિક્રેતાઓએ વરાછા ગીતાંજલી નજીકના ગોડાઉન પર ભીડ જમાવી હતી છતાં અનાજ પુરવઠો ન મળતાં લાભાર્થીઓને ૧૮મીએ અનાજ આપવાની સૂચના અપાઇ હતી. અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને ગત ૧લી એપ્રિલના રોજ વિનામૂલ્યે અનાજ પુરવઠો આપવાની શરૂઆત થઇ હતી. આ વ્યવસ્થામાં પણ તંત્રની તૈયારી ખાડે જતા અનેક દોષારોપણ કરાયાં હતાં. બપોરે ૨ વાગ્યા સુધી પણ વરાછા અને કતારગામની મોટા ભાગની સસ્તા અનાજની દુકાનો પર અનાજનો પુરવઠો પહોંચી શક્યો ન હતો. પરિણામે લોકોને જ હેરાન થવું પડ્યું હતું. કાપોદ્રાના અશોક વાટિકા અને રામ કૃપા સોસાયટી નજીક તેમજ નાના વરાછાની શકિત વિજય સોસાયટી અને કતારગામના કુબેરનગરની સસ્તા અનાજની દુકાન ઉપર અનાજ પુરવઠો મળ્યો ન હોવાના બોર્ડ લટકતાં જોઇ કાર્ડ ધારકોમાં રોષ વ્યાપી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application