Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પી.એમ. માં પોતાની પાસે જમવાનનું નહીં હોવાની ફરીયાદ કરનાર સામે ફોજદારી

  • April 14, 2020 

Tapimitra News-હાલમાં ચાલી રહેલા લોકડાઉન દરમ્યાન કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી કચેરીના હેલ્પલાઇન નંબર પર ફોન કરીને કોરોના સંક્રમણના કારણે શરૂ કરાયેલા લોકડાઉન દરમ્યાન પોતાને જમવાની વ્યવસ્થા નથી એવી ખોટી ફરીયાદ કરનાર એવાં પલસાણા તાલુકાના વરેલી ખાતેના પટેલ નગરમાં રહેતા જયકિશોર બાલકેશ્વર રાસપત મિસ્ત્રી નામના ઇસમ સામે ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવા બદલ કડોદરા જીઆઇડીસી પોલીસ મથકે ફરીયાદ નોધાઇ છે. પલસાણા તાલુકાના વરેલી ગામના પટેલ નગર ખાતે રહેતા જયકિશોર બાલકેશ્વર રાસપત મિસ્ત્રીએ પી.એમ.. કાર્યાલયની હેલ્પલાઇ નંબર પર કોલ કરીને પોતે એકલો રહે છે અને મજુરી કામ કરતો હતો. પરંતુ કોરોના વાયરસના સંક્રમણના કારણે જાહેર કરાયેલા લોકડાઉન દરમ્યાન પોતાને ખાવા માટે જમવાની વ્યવસ્થા નથી એવી નલાઇન ફરીયાદ કરી હતી. જે અંગે વરેલી ગામ પંચાયતના તલાટી કમ મંત્રી જીજ્ઞેશ પ્રભુદાસ પ્રજાપતિએ તેના ઘરે જઇ તપાસ કરતા જયકિશોરના ઘરમાં એક મહિનો ચાલે એટલું રેશનીંગનું અનાજનો સામાન તથા સામાજીક કાર્યકર્તા દ્વારા આપવામાં આવેલ રેશનીંગની કીટ પણ મળી આવી હતી. જેને લઇને તેને પી.એમ..માં ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાની ફરીયાદ કરતા કડોદરા જીઆઇડીસી પોલીસ દ્વારા તેની સામે ખોટી માહિતી આપવા બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application