Tapimitra News-દેશભરમાં ૧૪ એપ્રિલનો દિવસ ફાયર ડે તરીકે ઉજવાય છે. ત્યારે ફાયર વિભાગના ઉચ્ચ બે અધિકારી અઠવાગેટ ચોપાટીમાં આવેલા ફાયર સર્કલ પર જઇને ઉજવણી કરી હતી. ત્યારે સુરત ફાયર વિભાગ દ્વારા લોકડાઉનના ૨૧ દિવસમાં કોરોનાના કહેર વચ્ચે ૪૫ હજારથી વધુ જગ્યાઓ સેનિટાઈઝ કરી છે. જ્યારે આજે પણ એક દિવસમાં સૌથી વધુ જગ્યાઓ સેનિટાઈઝ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ કામગીરીમાં ૬૫૦થી વધુ અધિકારી અને કર્મચારી જાતરાયા છે. કુદરતી આફત, રોગચાળો સહિત આગ અને તમામ ઇમરજન્સી સેવા આપતું વિભાગ એટલે ફાયર વિભાગ. ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન ફાયર વિભાગની કામગીરી મહત્વપૂર્ણ સાબિત થઈ છે. છેલ્લા ૨૧ દિવસથી સુરત ફાયર વિભાગ દ્વારા પાણી સાથે હાઈપોક્લોરાઈડ મિક્ષ કરી સેનિટાઈઝની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ સુરત ફાયર વિભાગના ૬૪૦ જેટલા કર્મચારીઓ દ્વારા મુસિબતના સમયમાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા સુરત શહેરના આઠ ઝોનમાં ૪૫ હજારથી વધુ જગ્યાઓને સેનિટાઈઝ કરવામાં આવી ચૂકી છે. પોઝિટિવ કેસ નોંધાતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા તે વિસ્તારમાં સેનિટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવે છે. સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૪૨ પર પહોંચી ગયો છે. જેમાં ગત રોજ એક સાથે ૯ કેસ નોંધાતા આખી રાત કામગીરી કરી ૯ વિસ્તારને સેનિટાઈઝ કરાયા હતા. આજે પણ એક જ દિવસમાં સૌથી વધુ જગ્યાઓ સેનિટાઈઝ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવીછે.જેમાં ફાયર વિભાગના એક ચીફ ફાયર ઓફિસર,એક ડેપ્યુટી ચીફ ફાયરઓફિસર,પાંચ ડિવિઝન ફાયર ઓફિસર, આઠ ફાયર ઓફિસર, ૧૮ સબ ફાયર ઓફિસરઅને હાલ ૨૩ જગ્યા ખાલી,એક વાયરલેસ ઓફિસર,૫૧ ફાયર જમાદાર,૨૫૫ ડ્રાઇવર, ૨૪૦ ફાયરમેન અને મારસલ ,૪૫ ક્લીનર અન૧૫ ફાયર વિભાગમાં વહીવટી સ્ટાફનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500