Tapimitra News-શહેરમાં મંગળવારે વધુ ત્રણ કેસ નોંધાતા શહેર-જીલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યા ૪૩ ઉપર પહોંચી છે. ગત રોજ જે કેસ પોઝિટિવ આવ્યા તેમાંથી ૫ તો એવા હતા કે જે રેન્ડમલી કોમ્યુનિટી સેમ્પલના હતા. જેથી શહેરમાં કોરોના વાઇરસ હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચી ચુક્યો છે. આ સાથે શહેરમાં શંકાસ્પદ ૨૮ કેસોનો ઉમેરો થયો છે. અત્યાર સુધી સુરતમાં કુલ ૩૮૧ કેસો શંકાસ્પદ નોધાઇ ચુકયા છે. જેમાં ચારના મોત નિપજ્યા છે. કેસોની વધી રહેલી સંખ્યાને જાતા તંત્ર ચિંતિત દેખાઇ રહ્ના છે. તેની સાથે લોકોમાં પણ ગભરાટ જાવા મળ્યો છે. પરંતુ માસ્ક સેમ્પલીંગના કારણે પોઝીટીવ કેસોની સંખ્યા સામે આવી રહી છે. સ્મિમેર હોસ્પિટલમાં શરૂ થનારી લેબોરેટરીથી કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સેમ્પલ્સ વધુ પ્રમાણમાં લઇ શકાશે. સુરત શહેરમાં સોમવારે એક સાથે ૯ પોઝીટીવ કેસો સામે આવતા લોકોમાં ગભરાટ દેખાઇ રહ્ના છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધી રહેલા કેસોની સંખ્યા જાઇને દેશ અને લોકોને સુરક્ષિત કરવા વધુ ૧૯ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. મંગળવારે સુરત શહેરમાં વધુ ૩ નવા કેસો પોઝીટીવ આવ્યા છે. જેમાં રીંગરોડ વિસ્તારમાં માનદરવાજા ટેનામેન્ટમાં રહેતા ૬૦ વર્ષીય નિર્મલાબેન શાંતિલાલ રાણા , રામપુરામાં રહેતા ૪૨ વર્ષીય મોહંમદ અમિન અંસારી , રામપુરા આદમની વાડીમાં રહેતો અને વિદેશથી આવેલા ૩૮ વર્ષીય મુબારક પટેલમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા સિવીલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમના રીપોર્ટ પોઝીટીવ આવતા તેને કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ત્રણેય દર્દીના પરિવારજનો અને તેના સંપર્કમાં આવેલા તમામને યુનિવર્સીટી સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઇન કરવાની કામગીરી પાલિકાએ હાથ ધરી છે. બીજી બાજુ સુરત શહેરમાં એક સાથે ૨૮ જેટલા શંકાસ્પદ કોરોના વાયરસના દર્દી નોધાયા છે. તમામ દર્દી વેસુ,કાપોદ્રા,એ.કે.રોડ,પાલનપુર પાટીયા,ગોડાદરા,સીટીલાઇટ,લિંબાયત,મહિધરપુરા વગેરે વિસ્તારના છે. જેમાં ૯ વર્ષથી લઇ ૮૨ વર્ષના લોકોનો સમાવેશ થાય છે. આ તમામને નવી સિવીલ અને મિશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધી સુરત શહેરમાં ૩૮૧ શંકાસ્પદ કેસો નોધાયા છે. જેમાં ૩૧૮ના રીપોર્ટ નેગેટીવ અને ૨૨ના રીપોર્ટ પેન્ડીંગ છે. જયારે સુરતમાં પોઝીટીવ કેસોની સંખ્યા વધીને ૪૧ અને જીલ્લાના બે મળી કુલ ૪૩ થઇ છે. આ સાથે પાલિકા દ્વારા પોઝીટીવ દર્દીના ઘર અને વિસ્તારના સેનેટાઇઝરીંગ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. બીજી બાજુ પાલિકા દ્વારા ડોર ટુ ડોર ચાલી રહેલા સર્વેમાં સેમ્પલો લેવાની કામગીરી પણ થઇ રહી છે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application