Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લા એલસીબીએ સિગારેટ તથા માવા-મસાલાના જથ્થા સાથે એક જણાને ઝડપી પાડ્યો,ઇક્કો ગાડી સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

  • April 14, 2020 

Tapimitra News-કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તાપી જીલ્લા સહિત રાજ્ય અને દેશભરમાં લોકડાઉન છે. કોઇપણ વ્યક્તિએ બિનજરૂરી ઘરની બહાર નહી નીકળવા અવર જવર નહી કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને વ્યસનીઓ સિગારેટ,વિમલ પાન મસાલા,તંબાકુની પડીકી મેળવવા માટે મોં માંગી રકમ આપવા તૈયાર થયા છે. જેનો સીધો લાભ વેપારીઓ ઉઠાવી રહ્યા છે. ગત રોજ નિઝર માંથી વિમલ પાન મસાલા અને તંબાકુનો એક મોટા જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામા નિઝર પોલીસને સફળતા મળી હતી. આ ઘટના બાદ બાજ નજર સાથે સતર્ક બનેલી તાપી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચે આજરોજ સિગારેટ તથા માવા-મસાલાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. તાપી જીલ્લા પોલીસવડા એન.એન.ચૌધરી નાઓએ આપેલ સુચનાને આધારે એલસીબી શાખાના પીએસઆઈ ડી.એસ.લાડ નાઓના માર્ગદર્શન હેઠળ હેડકોન્સ્ટેબલ જગદીશભાઈ જોરારામ તથા સમીરભાઈ મદનલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ ગણપતભાઈ ગોમાભાઈ,કલ્પેશભાઈ કાંતિલાલ સાથે સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જગદીશભાઈ જોરારામભાઈ ને મળેલ બાતમીના આધારે ઉકાઈ થી સોનગઢ કલ્યાણ રાયજી મંદિર પાસે શારદા રેસીડેન્સી તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી. તે વેળાએ એક ઇક્કો ફોરવ્હીલ ગાડી નંબર જીજે/26/એ/8371 માં તપાસ હાથ ધરી હતી. ફોરવ્હીલ ગાડી માંથી મસાલા,ચૂનો,બાગબાન,બિલાસ, આંવલા,બેલ મિક્સર પાવડર તથા કાકાની સોપારી,વિલ્સ નેવીકટ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો.જેની કિં.રૂ.29,240/- તથા ઇક્કો ફોરવ્હીલ ગાડીની કી.રૂ. 2 લાખ મળી કુલ્લે રૂ, 2,29,240/- ના મુદ્દામાલ સાથે રીતેનભાઈ શાંતિલાલ ગામીત રહે,પાથરડા લોકોની,ઉકાઈ-સોનગઢ નાઓની અટક કરી તેની સામે જીલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર શ્રી તાપી નાઓના જાહેરનામા તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 કલમ 55(1) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application