Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લૉકડાઉન ૩ મે સુધી વધારવામાં આવ્યું,૨૦ એપ્રિલ બાદ મળશે શરતો સાથે છૂટ

  • April 14, 2020 

નવી દિલ્હીઃકોરોના વાયરસને કારણે દેશમાં ચાલી રહેલા ૨૧ દિવસના લૉકડાઉનનો આજે છેલ્લો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪ માર્ચે રાષ્ટ્રજોગ સંબોધન કરીને ૨૧ દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારથી લઈને હવે ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા ૧૦ હજારને પાર પહોંચી ગઈ છે. તો આજે લૉકડાઉનની સમયમર્યાદા સમાપ્ત થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવખત રાષ્ટ્રને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, સાત વાતો પર ધ્યાન રાખો. વૃદ્ધોનું ધ્યાન રાખો, લૉકડાઉનનું પાલન કરો, ઘરમાં બનેલા માસ્કનું પાલન કરો, ઇમ્યુનિટીને વધારવાના નિર્દેશોનું પાલન કરો, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો, ગરીબોનું ધ્યાન રાખો, નોકરીમાંથી ન કાઢો, કોરોના યોદ્ધાઓનો આદર કરો.આગામી એક સપ્તાહમાં કોરોના વિરુદ્ધ લડાઈમાં વધુ કઠોરતા વધારવામાં આવશે. ૨૦ એપ્રિલ સુધી દરેક ગામ, દરેક જિલ્લા અને દરેક રાજ્યનું નિરીક્ષણ કરવામાં આવશે. લૉકડાઉનનું કેટલું પાલન કરવામાં આવી રહ્યું છે? તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. જે સફળ થશે, જે હોટસ્પોટ વધવા દેશે નહીં, ત્યાં ૨૦ એપ્રિલ બાદ કેટલિક જરૂરી વસ્તુમાં છૂટ આપવામાં આવશે. પરંતુ તે યાદ રાખો કે આ મંજૂરી શરતી હશે.લૉકડાઉનના નિયમ જો તૂટે છે તો તમામ મંજૂરી પરત લઈ લેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો માત્ર આર્થિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આ મોંઘુ જરૂર લાગે છે, પરંતુ ભારતવાસીઓની જિંદગીની આગળ તેની કોઈ તુલના ન થઈ શકે. સીમિત સંસાધનો વચ્ચે ભારત જે માર્ગ પર ચાલ્યું છે, તે માર્ગની ચર્ચા આજે વિશ્વભરમાં થઈ રહી છે. આ તમામ પ્રયાસો વચ્ચે કોરોના જે રીતે ફેલાય રહ્યો છે, તેણે વિશ્વભરના હેલ્થ એક્સપર્ટ્સ અને સરકારો વધુ સતર્ક કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમામ પ્રકારના સૂચનો આવ્યા કે લૉકડાઉન વધારવામાં આવે. તમામ સૂચનોને ધ્યાનમાં રાખીને તે નિર્ણય લેવામાં આવ્યો છે કે લૉકડાઉન ત્રણ મે સુધી વધારવામાં આવ્યું. તમે બધા અનુસાશનની સાથે ઘરમાં રહો.જ્યારે આપણે ત્યાં કોરોનાના માત્ર ૫૫૦ કેસ હતા, ત્યારે ભારતે ૨૧ દિવસના સંપૂર્ણ લૉકડાઉનનું એક મોટું પગલું ભર્યું હતું. ભારતે સમસ્યા વધવાની રાહ ન જોઈ, પરંતુ ત્યારે સમસ્યા જોવા મળી તો તેને રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા.આજે સંપૂર્ણ વિશ્વમાં કોરોના વૈશ્વિક મહામારીની જે સ્થિતિ છે, તમે તેને સારી રીતે જાણો છો. અન્ય દેશોના મુકાબલે, ભારતે કઈ રીતે પોતાને ત્યાં સંક્રમણ રોકવાનો પ્રયાસ કર્યો, તમે તેના સહભાગી રહ્યાં અને સાક્ષી પણ.બાબા સાહેબ ડોક્ટર ભીમ રાવ આંબેડકરની જન્મજયંતિ પર, આપણા ભારતના લોકો તરફથી પોતાની સામૂહિત શક્તિનું આ પ્રદર્શન, તે સંકલ્પ, તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.પરંતુ તમે દેશ માટે, એક અનુશાસિત સિપાહીની જેમ તમારુ કર્તવ્ય નિભાવ્યું છે. આપણા બંધારણમાં જે We the People of India ની શક્તિની વાત કરવામાં આવી છે, તે આ તો છે. હું જાણું છું, તમને કેટલી મુશ્કેલી થઈ છે. કોઈને જમવાની મુશ્કેલી, કોઈને આવવા-જવાની મુશ્કેલી, કોઈ ઘર-પરિવારથી દૂર રહ્યાં.કોરોના વૈશ્વિક મહામારી વિરુદ્ધ ભારતની લડાઈ, ખુબ મજબૂતીની સાથે આગળ વધી રહી છે. તમારી તપસ્યા, તમારા ત્યાગને કારણે ભારતે અત્યાર સુદી કોરોનાથી થનારા નુકસાનને ટાળવામાં સફળ રહ્યું છે.પીએમ મોદી દેશને સંબોધિત કરતા તેમણે કોરોના વિરુદ્ધ લડાઈમાં દેશવાસીઓના સહયોગની પ્રશંસા કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application