Tapimitra News-કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તાપી જીલ્લા સહિત રાજ્ય અને દેશભરમાં લોકડાઉન હોવાછતાં કાળા બજારિયાઓ યેનકેન પ્રકારે બ્લેક માર્કેટિંગ કરતા હોય છે. નિઝર માંથી બોલેરો પીકઅપ માંથી મોતનો સામાન સપ્લાય કરતા વિમલ પાન મસાલા,તંબાકુ ના જથ્થા સાથે ત્રણ આરોપીઓને પોલીસ ખાતાના જવાનોએ ઝડપી પાડી કુલ રૂપિયા 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેને લઈ કાળા બજારિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તાપી જીલ્લા સહિત રાજ્ય અને દેશભરમાં લોકડાઉન છે. કોઇપણ વ્યક્તિએ બિનજરૂરી ઘરની બહાર નહી નીકળવા અવર જવર નહી કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના કારણે વ્યસનીઓ-બંધાણીઓ સિગારેટ,વિમલ પાન મસાલા,તંબાકુ ના ત્રણ ઘણા ભાવ આપવા તૈયાર થઈ જતા હોય છે. જેનો સીધો ફાયદો સંગ્રહખોરો તેમજ કાળા બજારિયાઓ ઉઠાવતા હોય છે. આવા સંગ્રહખોરો નાના વેપારીઓ પાસેથી મસમોટી કિંમત વસુલ કરી કોઇપણ સ્થળ પર માલસામાન સપ્લાય કરવા તૈયાર થઈ જતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમા આવ્યો જેમાં મોતનો સામાન વિમલ પાન મસાલા,તંબાકુ સપ્લાય કરવા જતા ત્રણ આરોપીઓને નિઝર પોલીસ ખાતાના જવાનોએ બોલેરો પીકઅપ ટેમ્પો સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર તા.13-એપ્રિલ નારોજ નિઝરના રામદેવ નગરમાં જવાના રોડ ઉપરથી પસાર થતો એક બોલેરો પીકપઅપ ટેમ્પો નંબર જીજે-26-ટી-6198 માં તપાસ હાથ ધરતા તેમાંથી વિમલ પાન મસાલાના સફેદ કલરના 15 કોથડા મળી આવ્યા હતા જેની કી.રૂ.3.12 લાખ,તેમજ તંબાકુના 15 કોથડા જેની કી.રૂ.60 હજાર,તથા અન્ય પેક કરેલ ખાકી બોક્સ 15 જેની કી.રૂ.97,200/- મળી કુલ ટેમ્પા માંથી રૂ.469,200 નો મોતનો સામાન મળી આવ્યો હતો,આ બનાવમાં ડ્રાઈવર સહિત ત્રણ આરોપીઓની અટક કરવામાં આવી છે. નિઝર પોલીસે બોલેરો પીકપઅપ ટેમ્પો જેની કી.રૂ.4.50 લાખ મળી કુલ્લે રૂ.9,19,200 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
High light-મોતનો સામાન સપ્લાય કરતા પકડાયેલા આરોપીઓ.......
(1) જાકીરહુસેન અબ્દુલ ગફુરશેખ રહે,જુના પોસ્ટ,ની પાછળ તા.નવાપુર જી.નંદુરબાર-મહારાષ્ટ્ર
(2) રજ્જાક અઝીઝ મેમણ રહે,લખાણીપાર્ક તા.નવાપુર જી.નંદુરબાર-મહારાષ્ટ્ર
(3) યુસુફ સત્તાર માલ]કાણી રહે,સાવર્જનિક શાળાની સામે.નવાપુર જી.નંદુરબાર-મહારાષ્ટ્ર
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500