Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Surat:રામપુરા લોખાત હોસ્પિટલમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા બે ના કોરાનાના રીપોર્ટ પોઝીટીવ:કુલ ૩૩ કેસ

  • April 13, 2020 

Tapimitra News-સુરત શહેરમાં પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઇ રહી છે. બીજી બાજુ આવતી કાલે લોકડાઉનનો અંતિમ દિવસ હોવાને લઇ તંત્ર પણ મુંઝવણમાં દેખાઇ રહ્યું છે. સોમવારે સુરત શહેરમાં વધુ બે પોઝીટીવ કેસ નોધાતા તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ સાથે સુરત અને જીલ્લામાં મળીને કુલ ૩૩ કેસો નોધાયા છે. જેમાં બંને પોઝિટિવ વ્યક્તિ લોખાત હોસ્પિટલના હેલ્થકેર વર્કર છે. પાલિકા ટેસ્ટીંગ માટે ખુબ મોટી કામગીરી કરી રહી છે. અત્યાર સુધી કુલ ૧૪૨૮ માસ સેમ્પલિંગ કરાયું છે તે પૈકી પોઝિટિવ આવ્યાં છે અને ૧૨૯૬ નેગેટિવ આવ્યાં છે અને ૧૨૬ માસ સેમ્પલીંગ પેન્ડીંગ છે. અત્યારે જે એઆરઆઈના કેસો માસ સેમ્પલિંગ અને જે ક્લસ્ટર માંથી મ‌ળે છે તે અને જે આઈસોલેટેડ છે તેના સગા મળે તેઓને પણ ક્વોરન્ટીનમાં ઉમેરવામાં આવ્યાં છે. અત્યાર સુધી કુલ સાત પોઝીટીવ કેસોને સારવાર આપીને રજા આપવામાં આવી છે. આ ઉપરાંત ૯ વધુ શંકાસ્પદ કેસો નોધાયા છે. આ સાથે કુલ ૩૪૩ શંકાસ્પદ કેસો નોધાઇ ચુકયા છે. સુરત શહેરમાં પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવનાર લોકોના ટેસ્ટ પોઝીટીવ આવી રરહ્યા છે. રામપુરાના એમ્બ્યુલન્સના સાજીદના સંપર્કમાં આવનાર તેનો રૂમ પાર્ટનર વિનોદનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સોમવારે લોખાત હોસ્પિટલમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા અને રામપુરામાં રહેતા ૩૬ વર્ષીય ઈમરાન હનિફભાઈ પઠાણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે અન્ય એક ૩૯ વર્ષીય મહિલા શબનમ મકસુદ અંશારી પણ લોખાત હોસ્પિટલની હેલ્થકેર વર્કર છે. આમ સુરત શહેરમાં ૩૧ અને જીલ્લાના બે મળી કુલ ૩૩ પોઝીટીવ કેસોની સંખ્યા નોîધાઇ છે. સોમવારે વધુ ૯ કેસો શંકાસ્પદ નોîધાયા છે. જેમાં નવાગામï , લિંબાયત , મોટાવરાછા , અઠવાલાઇન્સ , મુગલીસરા અને ભટારમાં રહેતા ૧૨ વર્ષીય કિશોરીથી લઇ ૩૫ વર્ષના યુવકને શંકાસ્પદ લક્ષણો દેખાતા નવી સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વેસુમાં રહેતો ૧૯ વર્ષીય યુવક,રામપુરામાં રહેતો ૨૪ વર્ષીય યુવક પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવ્યા બાદ તેઓમાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો દેખાતા બંનેને સિવીલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી શહેરમાં કુલ ૩૪૩ જેટલા શંકાસ્પદ દર્દીઓ નોધાયા છે. જેમાંથી ૩૦૪ના રીપોર્ટ નેગેટીવ આવી ચુકયા છે. જેમાંથી સોમવારે વધુ ચારના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. હાલ ૪ ના રીપોર્ટ પેન્ડીંગ છે. આમ પાલિકાએ પોઝીટીવ કેસના બંને દર્દીઓના પરિવાર અને તેના સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટાઇમાં લઇ જવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત રામપુરામાં ફરીથી સેનિટાઇઝરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં રહેતાં આર્થિક રીતે નબળા અને શ્રમિક વર્ગના લોકોમાં કોરોના વાયરસ ના ફેલાવે એના માટે એ લોકો જ્યાં રહે છે એવી ૧૭૨ જેટલી સોસાયટી, વસાહતોને સર્વેમાં તારવવામાં આવી છે ત્યાં બેરિકેટીંગ કરી દેવામાં આવી છે. આવી ૧૭૨ જેટલી વસાહતો માંથી અવરજવર માટે બંધ કરવામાં આવી છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application