Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:ઇસ્ટર ડે નિમિતે પાસ્ટરના ઘરમાં પ્રાર્થના કરનાર વધુ 5 જણા પકડાયા, કુલ 17 લોકો સામે ગૂનો નોંધાયો

  • April 13, 2020 

Tapi mitra News-વિશ્વમાં કોરોના વાયરસને ધ્યાને લઇ સરકાર દ્વારા કોરોના વાયરસને ફેલાતા અટકાવવા સારું લોકડાઉન જાહેર કર્યુ છે તથા તાપી જિલ્લા મેજીસ્ટ્રેટે કોરોના વાયરસનું સંક્રામણ ન ફેલાઈ તે માટે ધાર્મિક કાર્યક્રમ કરવા પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પાડેલ છે. તેમ છતાં સોનગઢ ના માંડળ ગામે પાસ્ટરના ઘરમાં તેમજ ચીખલી ભેંસરોટ ગામે ચર્ચમાં ઇસ્ટર ડે નિમિતે પ્રાર્થનાના ધાર્મિક કાર્યક્રમમાં ભેગા થયેલા પાસ્ટર સહિત 12 લોકો સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ કુકરમુંડા તાલુકાનાં કૌઠીપાડા ગામે રહેતાં પાસ્ટર જગદીશભાઈ ઘરમસિંગભાઈ પાડવી આજે પોતાના ધરમાં રવિવારની ખ્રિસ્તી સમાજની ધાર્મિક સભા હેતુ પ્રાર્થના કરવા આસપાસના લોકોને બોલાવ્યા હોવાની કુકરમુંડા પોલીસને બાતમી મળી હતી.જે આધારે પોલીસે પાસ્ટરના ઘરે રેડ પાડી હતી. જે દરમિયાન પાસ્ટર જગદીશભાઈ પાડવી તથા અન્ય ચાર જણાં જેમાં નામદેવભાઈ પરશાભાઈ પાડવી, શ્રાવણભાઈ દાવ્યાભાઈ પાડવી, પત્ની સેવંતીબેન શ્રાવણભાઈ પાડવી તથા હાકુબેન દિગંબરભાઈ પાડવી(તમામ રહે. કૌઠીપાડા,તા.કુકરમુંડા)  પ્રાર્થના સભા કરતાં મળી આવ્યા હતા. તેઓ સરકારના હુકમનો ભંગ કરીને જોખમકારક કોરોના વાયરસનો ચેપ ફેલાવવા સંભવ હોય એવુ ઈરાદાપૂર્વક ગુનાહિત ક્રુત્ય કરી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કરી ગુનો કર્યાની ફરીયાદ કોન્સ્ટેબલ હિરેન ચિમનભાઈએ આપી હતી,આમ તાપી જિલ્લામાં ઇસ્ટર ડે નિમિતે પાસ્ટરના ઘરમાં પ્રાર્થના કુલ મળી 17 લોકો સામે ગૂનો નોંધાયો છે.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application