Tapimitra News-કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સુરત માનવ સેવા સંઘ-છાંયડો સંસ્થા દ્વારા દિવાળીબાગ કોમ્યુનિટી હોલ ખાતે શરૂ કરાયેલ ગરીબ શ્રમિકો તથા જરૂરિયાતમંદોને ભોજન પૂરૂ પાડવા માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવે છે. જેની મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જાતમુલાકાત લઇ ફૂડ પેકેટ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંસ્થાના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ પાસેથી સસ્થાની સેવાકીય કામગીરી અંગે જાણકારી મેળવી હતી. ભરતભાઈએ ફૂડ પેકેટ વિતરણની દૈનિક કામગીરી અને સ્વયંસેવકોની જહેમત અંગે mમ્યુ. કમિશનરશ્રીને વાકેફ કર્યા હતા. શ્રી પાનીએ જરૂરી માર્ગદર્શન આપી અહીં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે જોવા માટે અનુરોધ કર્યો હતો. અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કિચનમાં અનાજ પુરવઠો રાખવાની જગ્યામાં સ્વચ્છતા અને ભોજન તૈયાર થયા પછી વિતરણની વ્યવસ્થાની જાતતપાસ કરી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application