Tapimitra News-વન અને આદિવાસી વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઉમરપાડા તાલુકાના વાડી ગામે જરૂરિયાતમંદોના પરિવારોને અનાજની અને અન્ય જરૂરિયાતની વસ્તુઓની ૧૦૦૦ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનમાં મુશ્કેલી અનુભવતાં આ વિસ્તારના પરિવારોની વ્હારે આવીને મંત્રીશ્રીના સહયોગથી વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક ઔદ્યોગિક એકમો દ્વારા દૈનિક ધોરણે રાહત કીટો અને ફૂડ પેકેટ્સ તૈયાર કરીને વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના સામે દેશવાસીઓ એક જૂથ થઇની આ કપરા સમયને માત આપવા માટે પ્રતિબદ્ધ બન્યા છે એમ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર પૂરતી તૈયારી અને તાકાત સાથે જનતાના સહયોગથી કોરોના સામે ઝીંક ઝીલી રહી છે, ત્યારે નાગરિકો કોરોના સામે સુરક્ષિત રહેવા ઘર બહાર નીકળવાનું ટાળી સરકારના લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરે એવો અનુરોધ તેમણે કર્યો હતો.
high light-આપના વોટ્સએપ મોબાઈલ નંબર ઉપર રેગ્યુલર ન્યુઝ મેળવવા માટે 78200-92500 નંબર પર આપનું અને આપનાં ગામનું નામ લખી મોકલાવો..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application