Tapimitra News- શહેરના છેવાડે આવેલા લસકાણા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના મોટી સંખ્યામાં પરપ્રાંતિયો કારીગરો ગઈકાલે રાત્રે વતન જવાની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવી તોફાન મચાવ્યું હતું. રસ્તા પર પડેલી શાકભાજીની લારી, બેરિકેડ તેમજ લાકડાના ફટકા સળગાવ્યા હતા. બનાવની જાણ થવાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસને જોઈને કારીગરોનું ટોળુ ઉશ્કેરાઈ પથ્થર મારો કર્યો હતો આખરે પોલીસે લાઠીચાર્જ કરી ટોળાને વિખેરી ૧૨૦૦થી ૧૩૦૦ના ટોળા સામે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો અને ૮૧ જેટલા કારીગરોની ધરપકડ કરી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ લોકડાઉનને કારણે રોજીરટી મેળવવા માટે બહાર ગામથી આવેલા પરપ્રાંતિયોની લોકડાઉનના કારણે હાલત કફોડી બની ગઈ છે. અને હવે લાગે છે તેમની ધીરજ ખુટી રહી હોય તેમ ગઈકાલે રાત્રે લકસાણા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના, રામદેવ, ડાયમંડ નગર, કળથીયા જેવી સોસાયટીઓમાં રહેતાં કારીગરો મારૂતીનગર અને વિપુલ નગર સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા. કારીગરો દ્વારા અમને વતન જવા દો તેમજ અમને જમવા માટે એક એક કલાક લાઈનમાં ઉભા રાખી ખીચડી આપવામા આવે છે. હોવાનો બળાપો વ્યકત કરી પોલીસ દ્વારા રસ્તો બંધ કરવા માટે મુકેલા બેરીકેડ, શાકભાજીની લારી અને લાકડાને ફેકી દેવાની સાથે સળગાવી નાંખ્યા હતા. ઉપરાંત રોડની વચ્ચે ડિવાઈટરના ફુલછોડ તેમજ લોખંડની ગ્રીલ તોડી નાંખી સરકારી પ્રોપડીને પણ નુકશાન પહોચાડ્યું હતુ. લસકાણા વિસ્તારમાં મોટી સંખ્યામાં કારીગરો રસ્તા પર ઉતરી આવી તોફાને ચડ્યા હોવાનો મેસેજ મળતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ખુદ પોલીસ કમિશનર પર સ્થળ પર દોડી ગયા હતા. પોલીસને જોઈને કારીગરોનું ટોળુ ઉશ્કેરાઈને પથ્થર મારો કર્યો હતો આખરે પોલીસે ટોળાને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. બનાવ અંગે પોલીસે ૧૨૦૦થી વધુના ટોળા સામે રાયોટીંગનો ગુનો દાખલ કરી ૮૧ જેટલા કારીગરોની ધરપકડ કરી હતી.
high light-પોલીસે ૪૭ જણાને પોલીસ સ્ટેશનમાં ભોજનની વ્યવસ્થા કરી
વતનમાં જવાની માંગણી સાથે ગઈકાલે રાત્રે લસકાણામાં આવેલ ઈન઼્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કારીગરો તોફાને ચડ્યા હતા. પોલીસ પર પથ્થરમારો કરવાની સાથે શાકભાજીની લારીઓ સળગાવી હતી. પોલીસે તોફાને ચડેલા કારીગરોને કાબુમાં લઈ તેમની સામે રાયોટીંગનો ગુનો દાખલ કરી ૮૧ જણાની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી ૪૭ જેટલા કારીગરોને કાપોદ્રા પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે ત્યાં પોલીસ દ્વારા ૪૭ કારીગરોની ભોજનની પણ વ્યવસ્થા કરી માનવતા દાખવી હતી.
high light-પોલીસ દ્વારા ઓડીસા ભાષામાં એનાઉસમેન્ટથી લોકોને સમજાવ્યા
આજે સવારે લસકાણા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસ અને આરપીએફ દ્વારા ફૂડ પેટ્રોલીંગ શરુ કરવામાં આવ્યું હતું., તેમજ વતન જવાની જીદ સાથે તોફાને ચડેલા કારીગરોને તેમની ઓડીસા ભાષામાં એનાઉસમેન્ટ કરી સમજાવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ લોકોને કોરોનાના કહેરથી ઘરમાં જ સુરક્ષિત રહેવા અપીલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application