Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દાંડી રોડ પર શાકભાજી લેવા લોકો ઉમટ્યા:પોલીસે શાકભાજી વેચનારાને ભગાવ્યા

  • April 11, 2020 

Tapimitra News-કોરોનાના ફેલાવાને અટકાવવા માટે લોકડાઉનમાં તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમ છતાં શાકભાજીના નામે આ પ્રયાસો પર પાણી ફરી વળતું હોય તેવું લાગી રહ્યું છે. દાંડી રોડ પર જાહેર રસ્તા પર વેચાતા શાકભાજીમાં સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. જાહેરમાં લોકોના ટોળા એકઠા થયા હોય તે રીતે વેચનારા અને ખરીદનારા ઉમટી પડ્યા હતાં. જેથી પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. શહેરમાં તમામ શાક માર્કેટમાં શંભુમેળો જોવા મળતો હોવાથી અમુક માર્કેટ બંધ કરી દેવાની તંત્રને ફરજ પડી છે. એપીએમસીમાં પણ લોકોના ટોળા ઉમટી પડ્તાં તેને બંધ કરી દેવામાં આવી છે. વારંવાર સમજાવવા છતાં લોકોના ટોળા એકઠાં થાય છે. દાંડી રોડ પર એકઠા થયેલા લોકને પોલીસે ભગાડ્યા હતાં. સોશ્યલ ડિસ્ટન્સ નો સરેઆમ ભંગ થયો હતો. શાક વેચનારાઓ અને ખરીદનારાઓ સામે પોલીસ પણ લાચાર થઈ ગયાં છે. લોકલ ટ્રાન્સમિશન કોરોના પોઝિટિવ હોવા છતાં લોકો બિન્દાસ્ત વર્તન કરી રહ્યાં છે. high light-આપના વોટ્સએપ મોબાઈલ નંબર ઉપર રેગ્યુલ ન્યુઝ મેળવવા માટે 78200-92500 નંબર પર આપનું અને આપનાં ગામનું નામ લખી મોકલાવો...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application