Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સલાબતપુરાના યુવકનો પોઝિટિવ રિપોર્ટ આવતાં કુલ ૨૮એ પહોંચ્યો, ૧૨ શંકાસ્પદોને દાખલ કરાયા

  • April 11, 2020 

Tapimitra News-સુરત શહેરમાં દિન પ્રતિદીન લોકલ ટ્રાન્સલેશનના કારણે પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો દેખાઇ રહ્યા છે. ફરી એકવાર શનિવારે સલાબતપુરા વિસ્તારમાં રહેતા એક યુવકનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થયુ છે. તંત્રએ તેના ઘર અને સોસાયટી તથા રસ્તાઓની ડિશન ઇન્ફેકશનની કામગીરી કરી તેના પરિવાર અને સંપર્કમાં આવેલા લોકોને ક્વોરોન્ટાઇન કરવાની કામગીરી શરૂ કરી છે. જેથી શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા ૨૮ પર પહોંચી ગઈ છે. શનિવારે શહેરમાં કુલ ૧૨ શંકાસ્પદોને દાખલ કરવામાં આવ્યાં છે. કુલ ૩૦૪ શંકાસ્પદ માંથી ૨૭૩ નેગેટિવ આવ્યાં છે. હજુ ૫ કેસના રિપોર્ટ આવવાના પેન્ડિંગ છે.સલાબતપુરા ધામલાવાડમાં વલ્લભજીવનમાં રહેતા ૩૨ વર્ષનો અંકુર વરસોલીવાલાનો કોરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્મીમેરમાં અંકુરના સેમ્પલનો ટેસ્ટ પોઝિટિવ આવતા નવી સિવીલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. અંકુરભાઇ બેંકમાં નોકરી કરે છે. હાલ સુરત મહાનગર પાલિકા દ્વારા અંકુરભાઇના પરિવારજનો અને તેમના સંપર્કમાં આવેલા તમામને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બેંકના કર્મચારીઓ અને તેમના સંપર્કમાં આવનાર ગ્રાહકોની વિગતો મેળવી તેમને મેસેજા થકી હોમ ક્વોરોન્ટાઇન કરવાની સુચના આપવાની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત અંકુરભાઇના તમામ ઘરને,સોસાયટી અને રસ્તાને સેનેટાઇઝરીંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. વરાછા ઝોન ઓફીસની પાસે આવેલા દિવ્ય વસુંધરા એપાર્ટમેન્ટમાં રહેતા અને એ.પી.એમ.સી માર્કેટમાં નોકરી કરતા કનૈયાલાલ ઠાકોરદાસ મોદીનાં સેમ્પલ કોમ્યુનીટી ટેસ્ટીંગ દરમિયાન લેવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ આ બીજો એવો કેસ છે કે જે કોમ્યુનીટી ટેસ્ટીંગના આધારે બહાર આવ્યો છે. કનૈયાલાલ મોદી શરદી-ખાંસીના લક્ષણો હોવાથી તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કુલ ૧૬૬૩ લોકો હોમ ક્વોરેન્ટીન હેઠળ છે. જેમાં ૧૯૫ સરકારી અને ૭ વ્યક્તિઓ પ્રાઈવેટ ક્વોરેન્ટીનમાં છે. આમ કુલ ૧૮૬૫ વ્યક્તિઓ ક્વોરેન્ટીનમાં છે. શહેરમાં આજ સુધી ૩૮૫૫૨ સ્થળોએ તેમજ આજ રોજ ૨૮૫૪ સ્થળોએ ડિસ ઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. જેમાં ધાર્મિક સ્થળોએ.પી.એમ.સી.બેંકોસરકારી કચેરીઓ સહિત મેડિકલ સેન્ટરોડેરીઓ અને આવશ્યક વસ્તુઓની દુકાનો પર સેનિટાઇઝેશન અને ડિસઇન્ફેક્શનની કામગીરી કરાઈ હતી. શનિવારે સુરત શહેરમાં એલ.એચ.રોડ રાંદેર પુણાગામ કતારગામ ડિંડોલી ગોડાદરા પરવટ પાટીયા સહારા દરવાજા રાણી તળાવ સહિતના વિસ્તારોમાં રહેતા ૬ થી વર્ષથી લઇ ૬૩ વર્ષના લોકોને શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો દેખાતા સિવીલ સ્મિમેર અને મિશનમાં દાખલ કરાયા છે. ખાસ કરીને રાંદેરમાં રહેતો ૩૫ વર્ષીય યુવક પોઝીટીવ યુવકના સંપર્કમાં આવતા તેનામાં લક્ષણો દેખાતા દાખલ કરાયો છે. આમ અત્યાર સુધી સુરત શહેરમાં ૩૦૪ કેસો પૈકી શહેરના ૨૬ અને જીલ્લાના બે પોઝીટીવ ૨૭૩ નેગેટીવ આવી ચુકયા છે. હજુ પાંચના રીપોર્ટ નેગેટીવ છે. high light-આપનાં વોટ્સએપ મોબાઈલ નંબર ઉપર રેગ્યુલર ન્યુઝ મેળવવા માટે 78200-92500 નંબર પર આપનું અને આપનાં ગામનું નામ લખી મોકલાવો....


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application