Tapimitra News-રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા Non NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજ વિતરણ કરવાના નિર્ણય અનુસાર, આગામી તા.૧૩ થી ૧૫ એપ્રિલ દરમિયાન તાપી જિલ્લાના ૪૪,૯૬૩ જેટલા રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજનું વિતરણ કરાશે. આ અનાજ વિતરણ માટે તા.૧૩ થી ૧૫ એપ્રિલ દરમિયાન સંબંધિત સસ્તા અનાજની દુકાનો મારફત કાર્ડધારકોને નિયત અન્ન પુરવઠો મળી રહે તે માટે, જિલ્લા પુરવઠા વિભાગે વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે તેમ જણાવતા જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે, જો કોઈ દુકાનો દ્વારા નિયત તારીખોમાં અન્ન વિતરણ ન થઈ શકે તો, તેમને તા.૧૬ થી ૧૮ એપ્રિલ દરમિયાન તેનું વિતરણ કરાશે તેમ જણાવ્યું છે.
જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ૪૪,૯૬૩ Non NFSA APL-1 કાર્ડ (જનસંખ્યા ૧,૮૯,૦૬૮) ધારક મધ્યમવર્ગીય પરિવારોને આ યોજનાનો લાભ મળી રહેશે, તેમ જણાવી નૈતિકા પટેલે આ યોજનાથી મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળી રહેશે તેમ પણ વધુમાં ઉમેર્યું છે. વિતરણ વ્યવસ્થા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સહિત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે દુકાનદીઠ ૪ વ્યક્તિઓની ટિમ બનાવી, કાર્ડ ધારકોને અગાઉથી ટોકન આપીને અન્ન વિતરણ કરવાનું આયોજન કરાયું છે, તેમ પણ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું છે.
High light-તા.૧૩ થી ૧૫ માં અનાજ વિતરણ ન થઈ શક્યું હોય તો ૧૬ થી ૧૮ ના દિવસો દરમિયાન વિતરણ કરવાની સૂચના અપાઇ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500