Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં ૨૨ શંકાસ્પદ કેસો ઉમેરાયા,જેમાંથી એક નવો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો

  • April 11, 2020 

Tapimitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૦મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાના ૨૬૯ શંકાસ્પદ કેસો છે, જે પૈકી ૨૬૦ નેગેટિવ રિપોર્ટ નોંધાયા છે. ૨૩ પોઝીટિવ અને ૦૮ રિપોર્ટ પેન્ડીંગ છે. આજે સુરતમાં ૨૨ શંકાસ્પદ કેસો ઉમેરાયા છે, જેમાંથી એક નવો કોરોના પોઝિટીવ કેસ વિનોદ ગાવિત (ઉ.વ.૨૫)નો આવ્યો છે. જે અન્ય એક પોઝિટીવ વ્યક્તિ લોખાત હોસ્પિટલના ડ્રાઈવરના રૂમ પાર્ટનર હોવાથી સંપર્કમાં આવતાં કોન્ટેક્ટ ટ્રેસિંગથી તપાસ કરવામાં આવતાં તેમનો પોઝિટીવ કેસ નોંધાયો છે. ખાસ કરીને ખાનગી ક્લિનિક પર આવતાં શંકાસ્પદ કેસોનું સઘન સ્ક્રીનીંગ કરવામાં આવી રહી છે.ક્લસ્ટર કન્ટેઈન્ટમેન્ટ હેઠળ શહેરના કોરોના માટે સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્યુનિટી સેમ્પલીંગ લેવાની કામગીરી પણ સઘન બનાવી ૭૨૧ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ પૈકી એક પોઝિટીવ કેસ નોંધાયો છે. મ્યુ.કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ કુલ ૧૬૬૩ લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. જેમાં ૧૯૫ સરકારી અને ૦૭ વ્યક્તિઓ પ્રાઈવેટ ક્વોરેન્ટાઇનમાં છે. આમ કુલ ૧૮૬૫ વ્યક્તિઓ ક્વોરેન્ટાઇનમાં છે. શહેરમાં આજ સુધી ૩૮૫૫૨ સ્થળોએ તેમજ આજ રોજ ૨૮૫૪ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. જેમાં આજે ધાર્મિક સ્થળો, એ.પી.એમ.સી. બેંકો, સરકારી કચેરીઓ સહિત મેડિકલ સેન્ટરો, ડેરીઓ અને આવશ્યક વસ્તુઓની દુકાનો પર સેનિટાઇઝેશન અને ડિસઇન્ફેક્શનની કામગીરી કરાઈ હતી.આજે સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર ૧૯૯ વ્યક્તિઓ પાસેથી રૂ.૨૩,૫૦૦ અને માસ્ક ન પહેરનારા ૧૬૭ લોકોને રૂ. ૧૬,૮૦૦ દંડ કરવામાં આવ્યો છે. શાકભાજી ખરીદતા સમયે બે મીટરનું સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું પણ ફરજિયાત છે. આજથી આ નિયમનું પાલન ન કરનાર વ્યક્તિઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે એમ તેમણે જણાવ્યું હતું. તેમણે શહેરીજનોને લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવાની જાહેર જનતાને અપીલ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application