Tapimitra News-લોકડાઉન દરમિયાન પણ શહેર ટ્રાફિક પોલીસને દંડ રૂપે સારી એવી રકમ વાહન ચાલકો પાસેથી વસૂલ કરી છે. શરૂમાં ટ્રાફિક પોલીસ નક્કી કર્યું હતું કે લોકડાઉન દરમિયાન લોકો પાસેથી દંડ નહીં વસૂલાશે પરંતુ લોકો લોકડાઉનનો પુર્ણ અમલ નથી કરતા તેથી કારણ વગર ફરતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. ૨૨ માર્ચથી ૨૪ તારીખ સુધી રાજ્ય સરકારે લોકડાઉન કર્યું હતું. ત્યાર બાદ કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું. ૨૨ તારીખથી અત્યાર સુધી કુલ ૩૬ લાખ રૂપિયા દંડ રૂપે વસુલાયા છે. તેમાંથી ૮ લાખ રૂપિયા તો માત્ર છેલ્લા બે દિવસમાં વસૂલ કરાયા છે. આ બાબતે ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે,લોકો કારણ વગર બહાર નીકળી રહ્યા છે. તેથી હાલમાં માત્ર એવા લોકો પાસેથી દંડ વસૂલીએ છે જેઓ કારણ વગર બહાર ફરી રહ્યા છે. હાલમાં પણ જેઓ સરકારી ફરજ પર છે કે કામથી બહાર નીકળ્યા હોય તો તેમની પાસેથી દંડ વસૂલાતો નથી. જેઓ કારણ વગર ફરે છે અને ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા તેમની પાસેથી હવે દંડ વસૂલ કરવાનું શરૂ કર્યું છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરત શહેર પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્તરીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેરનામા ભંગ બદલ ૪૧૮ જેટલા આરોપીઓની અટક કરીને ૧૩૩૩ જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે , લોકડાઉન દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા કુલ ૩૫૩૬ આરોપીની અટકાયત કરી ૯૦૯૭ જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ૧૫૪ ડ્રોન કેમેરા, ૮ સી.સી.ટીવી કેમેરા, ૨૦ સાયબર ક્રાઈમ હેઠળ આરોપીઓની અટકાયત કરીને લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application