Tapi mitra News-સમગ્ર દેશમાં ચાલી રહેલા ૨૧ દિવસના લોકડાઉન નો કડક અમલ થાય તે માટે તાપી જિલ્લા પોલીસ દ્વારા જન જાગૃતીના ભાગ રૂપે નવતર પ્રયોગ હાથ ધરેલ છે, તાપી જિલ્લા પોલીસ દ્વારા કામ વગર બહાર નીકળતા લોકોને પેમ્પ્લેટ પર ઇમોશનલી સૂત્રો લખી સમજવામાં આવી રહ્યા છે.
આજે સમગ્ર વિશ્વ ને કોરોનાની ભયંકર મહામારી એ ભરડામાં લીધું છે, અને તેના વધતા સંક્રમણ ને અટકાવવા માટે દેશમાં હાલ ૨૧ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે, અને પોલીસ પણ લોક ડાઉન નું ચુસ્તપણે પાલન થાય તે માટે ૨૪ કલાક પોતાની ફરજ અદા કરી રહી છે, સાથે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે વારંવાર સમજાવી રહી છે, પરંતુ હજુ પણ લોકોમાં લોકડાઉન ની ગંભીરતા જોવા નથી મળી અને કામ વગર બહાર ફરતા જોવા મળે છે, તેવા લોકોને આજે તાપી જિલ્લા પોલીસ દ્વારા ઇમોશનલી રીતે જનજાગૃતિના સંદેશના ના પેમ્પ્લેટ વડે સમજવાની કોશિશ કરાઈ રહી છે, અને કામ વગર ફરતા લોકોને આ પેમ્પલેટ સૂત્રો બતાવામાં આવી રહ્યા છે, પેમ્પલેટોમાં સંવેદનશીલ ભાષાઓમાં શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે, જેવાકે અમારું પણ પરિવાર છે, જે અમારી ચિંતા કરે છે, અને અમે તમારી રક્ષા માટે છે, માટે કામ વગર બહાર નીકળો નહીં , જેવા જન જાગૃતિ ના સંદેશો સાથે પોલીસ જવાનો જોવા મળ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500