Tapi mitra News-૧૪ એપ્રિલ સુધી તાપી જિલ્લા સહિત રાજ્યભરમા કોરોના સંક્રમણ અટકાવવા લોકડાઉન અને ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી છે. પરંતુ ક્યાંક ક્યાંક લોકો તેનો ઉલ્લંઘન કરીને પોતાનો ઉદ્યોગ-વેપાર ચાલુ રાખતા હોય છે.જેનો ભોગ સામાન્ય લોકો બનતા હોય છે. દરમિયાન સોનગઢ તાલુકાના ચોરવાડ ગામની સીમમાં આવેલ સ્વામી સ્ટોન ક્વોરીમાં તા.૬ એપ્રિલ નારોજ નિલેશભાઈ જમાભાઈ ગામીત રહે,કિકાકુઈ નિશાળ ફળિયું-સોનગઢ નાઓ પોતાની કબ્જાની ટ્રક નંબર જીજે-૫-એટી-૨૦૦૩ ટ્રકમાં માટી ભરી લાવી સ્ટોન ક્વોરીની બાજુમાં આવેલ કિનારીએ ખાલી કરવા ટ્રક રિવર્સ હંકારતા ટ્રક ના પાછળના ભાગે આવેલ ટાયર કિનારીએ ઉતરી જતા ટ્રક પલટી મારી ગઈ હતી જેના કારણે ટ્રક નીચે દબાઈ જવાથી ટ્રક ચાલક નિલેશભાઈ ગામીત નું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.
બનાવ અંગે ગોવિંદભાઇ જમાભાઈ ગામીત નાઓની ફરિયાદ ના આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.તેમજ ઔદ્યોગિક એકમો બંધ રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટ નાઓએ મનાઈ ફરમાવતું જાહેનામું બહાર પાડેલ હોઈ તેમછતાં સ્વામી સ્ટોન ક્વોરીના માલિક દીપકભાઈ દિનેશભાઇ અગ્રવાલ રહે,સંયમ સંસ્કૃતિ સોસાયટી રિધમ હોસ્પિટલ ની બાજુમાં-વ્યારા જી.તાપી નાઓએ પોતાની સ્ટોન ક્વોરી માં કામ ચાલુ રાખતા તેમના સામે હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ દેવસિંહ નાઓની ફરિયાદના આધારે ઇપીકો કલમ ૧૮૮ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળની વધુ તપાસ સોનગઢ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application