Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી કલેકટર શ્રી આર.જે.હાલાણીએ વ્યારાના શેલ્ટર હોમની લીધી જાતમુલાકાત

  • April 06, 2020 

Tapi mitra News-"લોકડાઉન" ની પરિસ્થિતિ વચ્ચે તાપી જિલ્લામાં આશ્રય વિના અટવાયેલા પ્રજાજનો માટે, કલેકટર શ્રી દ્વારા રાજ્ય સરકારની સૂચના અને માર્ગદર્શન મુજબ તાલુકાવાર કુલ સાત જેટલા આશ્રય સ્થાનો શરૂ કરાયા છે.જે પૈકી જિલ્લાના મુખ્ય વહીવટી મથક વ્યારા સ્થિત તમામ શેલ્ટર હાઉસની, કલેકટરશ્રી દ્વારા તાજેતરમાં જાતમુલાકાત લેવામાં આવી હતી. આ વેળા કલેક્ટરશ્રીએ અહીં આશ્રય લઈ રહેલા તાપી જિલ્લા સહિત અન્ય વિસ્તારના લોકોને સ્થાનિક તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી સુવિધાઓની પૃચ્છા કરી, "કોરોના" ના સંક્રમણને અટકવાવવા માટેના આ કાર્યમાં સહયોગ આપવાની અપીલ કરી હતી. જેના ઉતરમાં સેલ્ટર હાઉસમાં રોકાયેલ લોકોએ તમામ સુવિધા બાબતે સંતોષ વ્યકત કરેલ હતો.ઉલ્લેખનિય છે કે, વ્યારાના આ શેલ્ટર હોમમાં આશ્રય મેળવી રહેલા લોકોને અહીંયા રાજય સકકાર તથા દાતાઓના સહયોગથી ચા નાસ્તા સહિત ભોજનની સુવિધાઓ ઉપરાંત આરોગ્ય તપાસ જેવી સવલતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે આશ્રય મેળવનાર લોકોને "કોરોના" મહામારી વિષયક જાણકારી આપવા સાથે મનોચિકિત્સક દ્વારા કાઉન્સીલીંગ પણ કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application