Tapi mitra News- પતિ-પત્ની વચ્ચે થતી સામાન્ય બોલાચાલી કઈ ઘડીએ ઘર કંકાસનું કારણ બની જાય છે અને તે કેટલું મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લઈ છે તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી.આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં પત્નીએ પતિને મોત ને ઘાટ ઉતારી યમલોક પહોંચાડી દીધો છે.
તાપી જિલ્લાના વ્યારાના જેતવાડી ગામે ઘર કંકાસના કારણે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડામાં પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો છે. ઘટનાની જાણ થતાં વ્યારા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વ્યારાના જેતવાડી ગામની સીમમાથી પસાર થતી મિઢોળા નદીના કિનારે ચેકડેમ પાસે તા.૬ એપ્રિલ નારોજ પતિ અશ્વિનભાઈ નશવંતભાઈ ચૌધરી (ઉ.વ.૪૪) અને તેમની પત્ની ટીનાબેન અશ્વિનભાઈ ચૌધરી નાઓ વચ્ચે ઘર કંકાસ ઝગડો થતા ટીનાબેન ચૌધરીએ પોતાના હાથ માની લાકડાની થાપી વડે પતિ અશ્વિનભાઈના માથાના પાછળના ભાગે ગરદનના ભાગે તથા પગના નળાના ભાગે જીવલેણ હુમલો કરતા પતિનું મોત નીપજ્યું હતું,બનાવ અંગે પોલીસ ને જાણ થતાં સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી જેમાં બંને પતિ-પત્નિ વચ્ચે છેલ્લા એકાદ વર્ષથી ઘર કંકાસ તથા નાની મોટી બાબતે ઝગડો ચાલતો હોવાનું જાણવા મળ્યું હતું.સમગ્ર મામલે પોલીસે રસીલાબેન સુમનભાઈ ચૌધરી રહે,જેતવાડી ગામ,ચૌધરી ફળીયા-વ્યારા નાઓની ફરીયાદને આધારે હત્યાનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application