Tapimitra News-કોરોના વાયરસે હવે શાકભાજી પકવતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે, શાકભાજી પકવતા ખેડૂતોને તેમના શાકભાજીના પાકના ઉત્પાદન નું યોગ્ય મૂલ્ય ન મળતા આવા ખેડૂતોના જીવન ધોરણ પર તેની માઠી અસર ધીમે ધીમે વર્તાવા લાગી છે એક તરફે વેપારીઓ એ પણ કોરોના વાયરસે કહેર વર્તાવ્યો હોવાનું તેઓ જણાવી રહ્યા છે, તાપી જિલ્લો મહત્તમ ખેતી પર નભતો જિલ્લો છે, ઉપરથી અહીં નાના કદના ખેડૂતો છે, જેઓ તેમની ઓછી જમીનમાં શાકભાજી જેમાં પણ ભીંડાનું વધુ ઉત્પાદન મેળવતા હોય છે, પરંતુ આ ખેડૂતોને છેલ્લા થોડા દિવસોથી કોરોના વાઇરસ રૂપી ગ્રહણ લાગ્યું છે, કોરોના વાઇરસના બહાના હેઠળ વેપારીઓ તેમનું શોષણ કરી રહ્યા હોવાની બૂમો ઉઠવા પામી છે, સામાન્ય રીતે જે ભીંડા ના મણ ના ૭૦૦ થી ૮૦૦ રૂપિયા મળતા હોય તેજ ભીંડા વેપારીઓ ૧૫૦ થી ૨૦૦ રૂપિયામાં ખરીદી કરી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે,જેને પગલે તાપી જિલ્લામાં ખેડૂતોનું સીધું શોષણ થઇ રહ્યું હોવાની પણ બૂમો ઉઠવા પામી છે, ખેડૂતો નું કહેવું છે કે તેમના પાકનું તેમને યોગ્ય વળતર મળે, હાલ જે પણ ભાવ મળે છે તેમાંથી ભીંડા તોડવાની મજૂરી પણ નથી છૂટી રહી, તો તેમણે જીવન નિર્વાહ ચલાવવો કેવી રીતે ?? કોરોનાએ માત્ર ખેડૂતોની જ નહીં પરંતુ વેપારીઓની મુશ્કેલી પણ વધારી છે તેવું ભીંડાના વેપારીઓનું માનવું છે, કારણકે વેપારીઓ તેમની પાસે જે ભીંડા ખરીદે છે તે ભીંડા ટ્રાન્સપોર્ટેશન મારફતે દિલ્હી,યુપી,મહારાષ્ટ્ર જેવા શહેરોમાં મોકલતા હોય છે, જેમાં તેમણે આવા કપરા સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, અને જો ભીંડા સમયસર ન પહોંચે તો તે બગડવાની સંભાવના વધી જતા તેમણે પણ ઘણીવાર નુકશાની વેઠવાનો વારો આવતો હોય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500