Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

OLX પર સ્ટેચ્યુ ઓફ યુનિટીને વેચવાની જાહેરાત કરનાર અજાણ્યા ઇસમ અને વેબસાઇટ સામે નોંધાઇ પોલીસ ફરીયાદ

  • April 05, 2020 

ઇકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:આજરોજ તા.૦૫/૦૪/૨૦૨૦નાં રોજ ગુજરાતનાં એક દૈનિક અખબારમાં તાત્કાલિક ધોરણે હોસ્પીટલ અને મેડીકલ સાધનો ખરીદવા ફંડની જરૂર હોય માટે OLX વેબસાઇટ પર કોઇએ ૩૦,૦૦૦ કરોડમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વેચવા મુકયુ હોવાનાં દાવાનાં શિર્ષક હેઠળ સમાચાર પ્રસિધ્ધ થયા છે. આ પ્રકારની પ્રવૃતીની ઉચ્ચકક્ષાએ ઘણી જ ગંભીર નોંધ લેવામાં આવી છે અને સત્યતાની ખરાઇ કરતા આવી પોસ્ટ કોઇ અજાણ્યા ઇસમે OLX પર મુકી હતી પરંતુ આ પોસ્ટ દૂર કરવામાં આવી હતી. આ અજાણ્યા ઇસમે સરકારની મિલકત સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં વેચાણ કરવા પોતે અધિકૃત ન હોવા છતા સરકારને બદનામ કરવાનાં અને લોકોને ગેરમાર્ગે દોરવાનાં હેતુસર આ પ્રકારની જાહેરાત OLX વેબસાઇટ/પોર્ટલ પર મુકેલ. સરદાર સાહેબ જેવા સ્વાતંત્ર્ય સંગ્રામનાં પ્રખર લડવૈયા અને અખંડ ભારતનાં શિલ્પી જેવા મહાન વ્યક્તિને સાચી શ્રધ્ધાંજલી આપવા અને આવનારી પેઢી સરદાર સાહેબનાં કાર્યોને જાણે તે માટે જ સરકારે પ્રતિમાનું નિર્માણ અત્રે કરેલ છે. ભારતની એકતાનાં પ્રતિક સમાન સરદાર સાહેબની સાથે કરોડો ભારતીયોની લાગણી જોડાયેલી છે આવા હિન કૃત્યથી ભારતીયોની લાગણીને ઠેશ પહોંચી છે. સમગ્ર બાબતે મુખ્ય વહીવટદારશ્રીનાં આદેશથી મામલતદારશ્રી પાર્થ જયસ્વાલે કેવડીયા પોલીસ સ્ટેશને યોગ્ય ધારાધોરણ મુજબ પોલીસ ફરીયાદ આપેલ છે.

આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નાયબ મુખ્ય વહીવટદાર શ્રી નિલેશકુમાર દુબે તરફથી એક વાતચિતમાં જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વમાં એકતાનાં પ્રતિક સમાન સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉચી પ્રતિમાં છે,અને સરદાર સાહેબનાં કાર્યોને આવનારી પેઢી જાણી શકે તે માટેનાં શુભ આશયથી આ પ્રતિમાનું નિર્માણ થયેલ છે ત્યારે આ પ્રકારની વાહીયાત કરતુતથી ભારત દેશની જનતાની લાગણીને ઠેશ પહોચાડવાનો એક બદઇરાદાપુર્વકનો પ્રયાસ છે,તેમજ OLX જેવી જાણીતી વેબસાઇટ દ્રારા પણ આ અંગેની ખરાઇ કે ચકાસણી કર્યા વિના જ આ પોસ્ટને એપૃવલ આપવામાં આવે તે ઘણી જ દુ:ખની બાબત છે.-મુખ્ય વહીવટદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વતી કેવડીયા

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application