ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં જાહેરનામું લાગુ હોય અમુક જરૂરી કામગીરીમાં સંકળાયેલા સરકારી કર્મચારીઓ,સેવાકાર્ય કરતી સંસ્થાઓ,દૂધ શાકભાજી ના ધંધા વાળા વ્યક્તિઓને નાંદોદ મામલતદાર કચેરી ખાતે થી જાહેરનામા માં પણ જઈ શકે એ માટે ઓળખ કાર્ડ(પાસ) આપવામાં આવ્યા છે,આધારભૂત સૂત્રો મુજબ અત્યાર સુધી માં જરૂરી કામગીરી સાથે સંકળાયેલા સિવાયના પણ કેટલાક લાગવગીયાઓને પણ આ પાસ આપવામાં આવતા દિવસ રાત ખડે પગે ફરજ બજાવતી નર્મદા પોલીસ કે જે જાહેરનામાંનું પાલન કરાવવા કડક બનતી હોય એ કંટાળી ચુકી છે કેમકે કોઈ વાહન ચાલાક ને અટકાવે તો સીધો પાસ બતાવી દેતા હોય જેમાં અમુક ફાલતુ વ્યક્તિઓ ને પણ પાસ ઇસ્યુ કરાયા હોવાની વાત જાણવા મળી છે માટે પોલીસને કાયદાનો કડક અમલ કરવામાં અડચણ ઉભી થાય એ સ્વાભાવિક છે.આવા આડેધડ પાસ કોણે આપ્યા અને જેને પાસ ઇસ્યુ થયા છે એ ખરેખર યોગ્ય કામગીરી માં તેનો ઉપયોગ કરે છે કે કેમ ?? તપાસનો વિષય બન્યો છે...?આવી મહામારી વચ્ચે પોલીસ સહિત આરોગ્ય વિભાગ, પાલીકા કર્મચારીઓ સહિતની જરૂરી સેવા પહોંચાડતી ટિમો સિવાય જો ફાલતુ વ્યક્તિઓ ને પાસ ઇસ્યુ થયા હોય તો પરત લેવા જોઈએ.
High light-આ બાબતે નાંદોદ મામલતદાર ડી.કે.પરમારે જણાવ્યું કે સરકારી કર્મચારીઓ ને ૧૫૦૦ જેવા પાસ આપ્યા છે સાથે સાથે બેંક,જુદી જુદી સંસ્થાઓ, દૂધ,શાકભાજી સહિતના મળી અંદાજે ૩ હજાર જેવા પાસ આપવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application