ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા શહેરમાં કેટલાક વિસ્તારોમાં ઘણા દિવસો થી પીવાનું પાણી ગંદુ આવતું હોવાની બુમરાણ ઉઠા પામી છે.ત્યારે આ બાબતે આજે ખુદ પાલીકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટ ના ઘરના નળ માં પણ ડૉહળૂ પાણી નીકળતા તેમણે લાગતા વળગતા કર્મચારીઓને આ સમસ્યા દૂર કરવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.
જોકે એક અઠવાડિયા થી દરબાર રોડ તરફની કેટલીક ગલીઓમાં સફેદ કચરા વાળુ પાણી આવવાની ફરિયાદ થતા પાલીકા ટિમ ચેકીંગ માં આવી પરંતુ આ કચરો મકાન મલિક નળ ની ઘરમાં જતી પાઇપ માં ક્ષાર નો હોવાનું જણાવ્યું હતું જ્યારે બીજા ત્રણ ચાર નળ ચેક કરતા ત્યાંના પાણીમાં લીલ જોવા મળી ત્યારે ઘરની ટાંકી સાફ નહિ કરી હોય એમાં લીલ જામી હશે તેવી છટકબારી બતાવી પાલીકા ટિમ ચાલતી પકડી હતી. પરંતુ આજે બપોરે આવેલુ પાણી મોટા ભાગના વિસ્તારો માં ડૉહળૂ અને જીવાતો જેવું આવતા એક જાગૃત નાગરિકે પાલીકા પ્રમુખ ને ફોન કરતા ખુદ એમના ઘરમાં પણ આવુજ ડૉહળૂ પાણી આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.ત્યારે એક તરફ કોરોના નો ડર અને બીજી બાજુ પીવાના પાણી માં આવી બેદરકારી હોય ત્યારે ગ્રામજનો હાલ ફફડી રહ્યા છે. કડક છાપ ધરાવતા ચીફ ઓફિસર જયેશ પટેલ શહેર માં પીવાના પાણી બાબતે યોગ્ય કામગીરી કરાવવા ટીમને કડક સૂચના આપે તેવી લોકમાંગ છે.
High light-પાલીકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટે પણ કહ્યું કે સાચી વાત છે મારે ત્યાં પણ ડૉહળૂ પાણી આવતા મેં ચેક કરવા સૂચના આપી છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application