Tapimitra anews-વ્યારાના પાટ ફળીયામાં ઘરના આગળ પ્લાસ્ટીકનુ કાગળ બાંધવા મામલે વાંસની લાકડી-ઇંટ વડે હુમલો કરાયો હોવાનો બનાવ વ્યારા પોલીસ ચોપડે દાખલ થયો છે, મળતી માહિતી અનુસાર વ્યારાના પાટ ફળિયામાં રહેતા રમેશભાઇ માધુભાઇ પાટીલ (ઉ.વ.૫૨) નાઓએ પોલીસ મથકે કરેલ ફરિયાદ અનુસાર તા.૨ એપ્રિલ નારોજ તેઓ ઘરના આગળ પ્લાસ્ટીકનુ કાગળ બાંધતો હોય તે વખતે તહોદારોએ રમેશભાઇ પાટીલ પાસે આવી “શુ કામ ઘરની આગળ કાગળ બાધે છે” તેમ કહી નાલાયક ગાળો આપી વાંસની લાકડીથી જમણા પગે ઘુંટણના નીચેના ભાગે તથા બન્ને પગે જાંઘના ભાગે સપાટા મારી મુઢ ઇંજા કરેલ તથા રમેશભાઇને છોડાવવા તેમની મમ્મી વચ્ચે પડતા તેઓને પણ નજીકમા પડેલ ઇંટ ઉચકી હાથમા પકડી કપાળના ભાગે મારી દેતા ઇંજા થતા લોહી નિકળવા લાગે તથા જમણા હાથે વાંસની લાકડીથી એક સપાટો મારી,નાલાયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,બનાવ અંગે રમેશભાઇ માધુભાઇ પાટીલ નાઓએ પોલીસને ફરિયાદ કરી હતી,જેમની ફરિયાદના આધારે હુમલો કરનાર આરોપીઓ (૧) રામજીભાઇ દલીયાભાઇ પટેલ (૨) ઉષાબેન રામજીભાઇ દલીયાભાઇ પટેલ બન્ને રહે-પાટ ફળીયુ તા.વ્યારા (૩) દિનેશભાઇ રામનારાયણ યાદવ ઉ.વ.૨૨ રહેવાસી-વ્યારા,ત્રણેય વિરુધ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application