Tapimitra News-સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહયું છે અને કોરોના ની ભયકર મહામારી વચ્ચે આજે દરેક આવશ્યક સેવાના કર્મચારીઓ પોતાની ફરજ અદા કરી રહ્યાં છે, .ત્યારે આવા કપરા સમયમાં તેમના કાર્યને પણ બિરદવામાં આવી રહ્યું છે, ત્યારે આજરોજ આવું જ કઈ જોવા મળ્યું વ્યારા નગરમાં,જેને લઈ સફાઈ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.
આજે વ્યારા નગરપાલિકા ના ડોર ટુ ડોર કચરો લેવા આવતા સફાઈ કર્મચારીનું વ્યારાના નગરજનો દ્વારા પુષ્પો થી સ્વાગત કરવામાં આવ્યું હતું,આજે સમગ્ર વિશ્વ સહિત દેશમાં કોરોનાની ભયકર મહામારી એ ભરડામાં લીધું છે, અને તેના વધતા સંક્રમણ ને અટકાવ માટે દેશમાં 21 દિવસ નું લોકડાઉન ચાલી રહ્યું છે , ત્યારે આજે આ ભયકર મહામરીમાં પણ આજે ડોક્ટરો,નર્શો, પોલીસ ,મીડિયા કર્મીઓ તેમજ સફાઈ કર્મચારીઓ પોતાની ફરજ અદા કરી રહ્યાં છે, અને ખડેપગે સેવા આપી રહ્યાં છે, ત્યારે વ્યારા નગર પાલિકા માં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓના કામને બિરદવામાં માટે વ્યારાના નગરજનો દ્વારા પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું અને રોજ સવારે ડોર ટુ ડોર કચરો લેવા આવતા સફાઈ કર્મચારીઓનું પહેલીવાર પુષ્પો થી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને તેઓનું અને તેમના પરિવાર ની ભગવાન રક્ષા કરે તેવી શુભેચ્છઓ નગરવાસીઓ દ્વારા પાઠવામાં આવી હતી..
high light-આજે આ ભયકર મહામરીમાં પણ આજે ડોક્ટરો,નર્શો, પોલીસ ,મીડિયા કર્મીઓ તેમજ સફાઈ કર્મચારીઓ પોતાની ફરજ અદા કરી રહ્યાં છે, અને ખડેપગે સેવા આપી રહ્યાં છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500