તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:રાણીઆંબા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થતી હોવાની વ્યાપક બુમરાણ ઉઠવા પામી છે.સોનગઢ નાયબ મામલતદાર સહિતનો સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.જેને લઈ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.જોકે સ્થાનિકતંત્ર અને આગેવાનોના પ્રયાસથી સમગ્ર મામલો રફેદફે કરવાનો કારસો રચાઈ રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે જિલ્લા કલેકટર શ્રી આ બાબતને ગંભીરતા લઈ પ્રમાણિક અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરે તે જરૂરી બન્યું છે.
સ્થાનિક સૂત્રો ના જણાવ્યા અનુસાર સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામે આવેલ સસ્તા અનાજની દુકાનદાર દ્વારા ગરીબોનું હક્ક નું અનાજ ચાઉં કરી જતો હોવાની બુમરાણ ઉઠવા પામી હતી,જેને લઈ સ્થાનિકતંત્ર પણ હરકતમાં આવ્યું ગયું છે.અને રાણીઆંબા ગામે સસ્તા અનાજની દુકાન પર નાયબમામલતદાર સહિત નો સ્ટાફ ધામો નાંખી બેઠો હોવાની વિગતો જાણવા મળી છે. સરકારના આદેશ અનુસાર ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને નિયમાનુસાર મફત અનાજ પૂરું પાડવાનું કામ જેતે સસ્તા અનાજની દુકાનદારને સોપવામાં આવ્યું છે.જેમાંથી ચાપાવાડી ગામના કેટલાક લોકોને મફત અનાજ આપવાનું થતું હોય,ત્યાંના લોકોને ઓછું અનાજ આપતા લોકોએ ચાપાવાડી ગામના મહિલા સરપંચ ને જાણ કરી હતી મહિલા સરપંચ અને તલાટીએ રાણીઆંબા ગામે પહોંચી દુકાનદાર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવેલ અનાજનું વજન કરતા લોકો ચોંકી ઉઠ્યા હતા કોઈમાં 6 કિલો ઓછું તો કોઈમાં 3 કિલો અનાજ ઓછું પધરાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.સમગ્ર મામલે મહિલા સરપંચે સોનગઢ મામલતદાર સાહેબ ને જાણ કરી હતી.વર્ષોથી આ ધંધા માં રચ્યા પચ્યા રહેતા દુકાનદારો યેનકેન રીતે ગરીબોના હક્કનું અનાજ ઉપર તરાપ મારી જ લેતા હોય છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી.રાણીઆંબા ગામે પણ કંઈક આવું જ બન્યું છે. આ બાબતે સોનગઢ મામલતદાર સાહેબને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે,ઓછું અનાજ આપતા હોવાની અમને ફરીયાદ મળી હતી જેના આધારે નાયબ મામલતદાર અને સ્ટાફના માણસો ને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application