Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા માં જ્યારે મહિલાએ કહ્યું,ચોખા પક્ષીઓ પણ ખાતા નથી તો અમારા પેટમાં કઈ રીતે હજમ થશે ??

  • April 02, 2020 

ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યૂઝ,રાજપીપલા:દેશભરમાં ફેલાયેલા કોરોના ના કારણે લોકડાઉન માં ગરીબો અને મજૂરવર્ગ ની પરિસ્થિતિ કફોડી બની છે ત્યારે સરકાર દ્વારા મફત માં અનાજ આપવાનું શરૂ કરાયું છે જેથી સવારથીજ લોકોના ટોળા જોવા મળ્યા હતા જોકે બોઇલ ચોખા આપતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો મહિલાઓએ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે આ ચોખા પક્ષીઓ પણ ખાતા નથી તો અમારા પેટમાં કઈ રીતે હજમ થશે ???? ઉપરાંત ઘરડા અશક્ત વૃદ્ધો ને ફિંગરપ્રિન્ટ આપવા માટે રૂબરૂ સસ્તા અનાજની દુકાને આવા મજબૂર થવું પડ્યું હતું જે અંગે પણ રોષ જોવા મળ્યો હતો અને એપીએલ કુટુંબો પણ અસમંજસ માં મુકાયા હતા કે અમને અનાજ મળશે કે નહી...??? આ બાબતે અનાજ ના વેપારી ને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ફિંગર પ્રિન્ટ લઈએ તો અનાજ નો સ્ટોક કપાઈ અને સેનેટાઇઝર મુકેલ છે તેમ જણાવ્યું હતું ઉપરાંત ઉપરથીજ બોઇલ ચોખા આવે છે તો શું કરીએ..?? તેમ પણ કબુલ્યું હતું. આ બાબતે નાંદોદ ના મામલતદાર સાથે વાત કરતા એઓએ પણ બોઇલ ચોખા આપાય છે તેમ કબુલ્યું હતું ઉપરાંત શાળાના બાળકો ને અપાયેલા પાસ ના અનાજ મુદ્દે વિચારણા કરશે તેમ જણાવ્યું હતું.અત્રે એ ઉલ્લેખનિય છે કે લોકડાઉન માં જ્યારે ગરીબોને અનાજની ખૂબ જરૂરત છે ત્યારે અનાજ ની ગુણવત્તા સારી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application