Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં બિન જરૂરી ઘરબહાર નીકળતા ઈસમો સામે હાથ ધરાશે કડક કાર્યવાહી

  • April 02, 2020 

Tapi mitra News-"કોરોના"ના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર તાપી જિલ્લામાં લોકડાઉનની સુચનાઓનું ચુસ્તપણે અમલિકરણ થઈ શકે તે માટે, જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.જે.હાલાણી દ્વારા એક જાહેરનામું જારી કરી, બિનજરૂરી ઘર બહાર નીકળતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ-૩૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧) અને ૩૭(૩) અંતર્ગત તાપી જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે કેટલાક પ્રતિબંધો ફરમાવાયા છે. જે મુજબ "કોરોના" વાયરસના સંભવિત સંક્રમણને અટકાવી શકાય તે માટે, જિલ્લાની કોઈ પણ વ્યક્તિએ બિન જરૂરી ઘરની બહાર નીકળવાની તથા બિનજરૂરી અવરજવર કરવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. ઉપરાંત તાપી જિલ્લાના વ્યક્તિઓને અન્ય જિલ્લાઓમાં જવા, આવવા સાથે અન્ય જિલ્લાના લોકોને તાપી જિલ્લામાં આવાગમન નહિ કરવાની પણ સૂચના જારી કરવામાં આવી છે. આ પ્રતિબંધિત હુકમો (૧) સરકારી ફરજ ઉપરના અધિકારી/કર્મચારી તથા રક્ષા સંબંધિત વિભાગો, તિજોરી, CAPF, EPFO, આપતકાલીન સેવાઓ, જાહેર ઉપયોગીતાઓ, વીજ સંબંધિત સેવાઓ, ટપાલ સેવા, હોમગાર્ડસ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી એજન્સીઓ, આરોગ્યલક્ષી સેવાઓ, આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, ફળફળાદી, શાકભાજી, માંસ અને માછલી, અનાજ તથા કરીયાણું, અનાજ દળવાની ઘંટી, બેકરી, પેટ્રોલ પમ્પો, એલ.પી.જી., પેટ્રોલિયમ અને ગેસની રિટેઇલ અને સ્ટોરેજ આઉટલેટ્સ, મેડિકલ સ્ટોર્સ, હોસ્પિટલસ, ક્લિનિક્સ, લેબોરેટરીઝ, નર્સિંગ હોમ, રેડક્રોસ સોસાયરી તથા આરોગ્ય સંબંધિત ઉત્પાદકો, વિક્રેતાઓ, પશુ આહાર/ઘાસચારો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ગ્રોસરી તથા હાઈજીન વસ્તુઓ, ઇ કોમર્સ, માસ્ક, સેનિટાઈઝર, બેંકો તથા ઈન્સ્યોરન્સ ઓફિસો, એ.ટી.એમ., પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તથા વર્તમાનપત્રોનું વિતરણ, ટેલિફોન, ઈન્ટરનેટ અને પ્રસારણ-કેબલ સર્વિસ વિગેરેના ઉત્પાદકો, વિક્રેતાઓ તથા તેની સાથે સંકળાયેલા વ્યક્તિઓ, ઇલેક્ટ્રિસિટી વિતરણ-ઉત્પાદક યુનિટો અને સેવાઓ, આવશ્યક અને અનાવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન, કોલસો તથા ખનીજ પદાર્થો તેમજ સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર, સિમેન્ટનું ઉત્પાદન, પરિવહન અને તેની સાથે સંકળાયેલ અન્ય માલ સામગ્રી તેમજ સાધન સામગ્રીની હેરફેર સાથે સંકળાયેલ વ્યક્તિઓ, ફાયર, કાયદો અને વ્યવસ્થા તથા ઇમરજન્સી સેવાઓ, પાણી, સેનિટેશન તથા જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવા અધિકારી/કર્મચારીઓ, તથા સક્ષમ અધિકારીની મંજૂરી મેળવનાર વ્યક્તિઓ ઉપરાંત સ્મશાનયાત્રાને લાગુ પડશે નહિ. આ પ્રતિબંધિત હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ અને ૧૩૫ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આગામી તા.૧૪/૪/૨૦૨૦ સુધી અમલી આ જાહેરનામાની નોંધ તાપી જિલ્લાના પ્રજાજનોને ગંભીરતાથી લેવા માટે જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application