Tapi mitra News-"કોરોના" ના કહેર વચ્ચે ખડેપગે સેવા બજાવતા વહીવટી તંત્રના કર્મયોગીઓ સહિત શેલ્ટર હોમના આશ્રિતોને બારડોલી સ્થિત વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત બાબેન ની ઉમરાખ હોસ્પિટલ દ્વારા વિના મૂલ્યે ફેસ માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરાયું હતું.તાપી સહિત સુરત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવતા સરકારી તંત્રના અધિકારી, કર્મચારીઓ ઉપરાંત આરોગ્યકર્મીઓ, પોલીસના જવાનો તથા નગરપાલિકાના આરોગ્ય તથા સફાઈ કામદારો, કે જેઓ દરરોજ અસંખ્ય લોકોના સંપર્કમાં આવતા હોય છે, તેમને ફેસ માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરી તેના ઉપયોગની સમજ પુરી પાડી હતી.દરમિયાન ધન્વંતરિ ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી-સહ-સિકલસેલ એનિમિયાની દવાનું ઉત્પાદન કરતી અતબુહરિતા ફાર્માસ્યુટિકલસ કંપનીના ડિરેક્ટરશ્રી ડો. અતુલભાઈ દેસાઈએ મુખ્યમંત્રી રાહત કોષ માટે ₹ ૧૦ હજારનો ચેક વ્યારાના મામલતદારશ્રીને, તથા વડાપ્રધાનશ્રીના રાહત કોષ માટે ₹ ૧૦ હજારનો ચેક નિવાસી અધિક કલેકટર શ્રી બી.બી.વહોનિયાને અર્પણ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application