Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:ગેસ સિલિન્ડર માટે ચિંતા કરવાની જરૂરત નથી, ગેસ એજન્સીઓ ઘર સુધી સુવિધા આપશે

  • April 01, 2020 

Tapimitra News-કોરોના વાયરસના કારણે દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન કર્યું છે. ત્યારે ભારત સરકારની ત્રણેય તેલની કંપનીઓની ડિલરો લાભાર્થીઓને તેમના ઘર સુધી ગેસ સિલિન્ડર પહોંચાડવા માટે નિર્ણય કર્યો છે.તાપી જિલ્લાના નોડલ ઓફિસર મનીષભાઈ ગોયલના જણાવાયા અનુસાર ત્રણેય તેલ કંપનીઓ પાસે જરૂરીયાત મુજબનો ગેસ છે.નિયમ અનુસાર લાભાર્થીઓ ને ગેસ પહોંચાડવામાં આવશે,તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવે છેકે,ઘભરાશો નહિ,ગેસ સિલિન્ડર લેવા માટે ઘર બહાર નિકલશો નહિ,તેમજ એસએમએસ,આઈવીઆરએસ,વોટ્સએપ, તેમજ ઓનલાઈન એપ અથવા પેટીએમ દ્વારા ઘરો માટે રસોઈ ગેસની રિફિલ બુક કરી શકો છો, કોઈપણ અકસ્માત અથવા ઇમરજન્સી સમયે 1906 પર ફોન કરી 24 કલાક જાણકારી આપી શકાય છે.વધુમાં તેમણે જણાવ્યું કે,ભારત સરકારે ઉજ્જવલા યોજના ના લાભાર્થીઓ માટે આગામી ત્રણ મહિના સુધી મફત રિફિલ સપ્લાય કરવાની વાત કરી હતી.એટલે કે,1 એપ્રિલ 2020 થી 30 જૂન 2020 સુધી, એક PMUY ગ્રાહક દર મહિને એક સિલિન્ડર લઈ શકશે તેમજ બીજો સિલિન્ડર 15 દિવસ પછી જ બુક કરાવી શકે છે,પ્રથમ રિફિલની રકમ લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થશે જેને સિલિન્ડર માટે ઉપયોગી કરી શકશે,તમામ ગેસ એજેન્સીઓથી જોડાયેલા જેમકે,એલપીજી, શોરૂમ કર્મચારી, ગોદામના રખેવાળ, એલપીજી મેકેનિક,ડિલિવરી બોય,કસ્ટમર સ્ટેન્ડન્ટ, ટ્રક ચાલક,જેમાં બલ્ક/પૈક ટ્રાન્સપોટર્સ જોડાયેલ છે,ગ્રાહકો અને લાભાર્થીઓ સુધી ગેસ પહોચાડવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે,આવી વિકટ પરિસ્થિતિમાં આપવામાં આવતી સેવાઓ ઉપરોક્ત કોઈપણ કર્મચારીના મૃત્યુ મામલે રૂપિયા 5 લાખ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.જેની જાણકારી તમામ એજેન્સીઓને આપી દેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application