Tapimitra News-કોરોના વાયરસને પગલે તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં લોકડાઉન છે ત્યારે રોજીંદી ચીજવસ્તુઓના ભાવ આસમાને ચડી જતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા આનો ઉકેલ સત્વરે લાવવો જોઇએ તેવું લોકોનું માનવું છે.
સોનગઢનગરમાં લોકડાઉનના લીધે ગણ્યા ગાંઠયા કીરાણા દુકાનદારો માલનું ખરીદ વેચાણ કરી રહ્યા છે. ત્યારે દુકાનદારો દ્વારા માનવતા નેવે મુકી છડેચોક લોકોને લુંટી રહ્યા હોવાથી કેટલીય જગ્યાએ દુકાનદાર અને ગ્રાહકો સાથે ઘર્ષણના મામલા સામે આવ્યા છે. સરકારના આદેશ મુજબ નિયત સમયમાં કરીયાણાની દુકાનો તેમજ દુધ, દહીં અને છાસ વેચતી ડેરી પાર્લર અને શાકભાજીની દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે. તેથી લોકો ચીજવસ્તુઓ ખરીદવા ભારે દોડધામ કરી રહ્યા છે. પરંતુ દુકાનદારો માલસામાન નીઅછતનું મસમોટું બહાનું બતાવી માનવતા ને નેવે મુકી ચીજવસ્તુઓના નિયત ભાવ કરતા ડબલ ભાવ લઇ રોકડી કરતા જોવા મળી રહ્યા છે. આ અંગે એક દુકાનદારે નામ જાહેર નહિ કરવાની શરતે જણાવ્યું હતું કે,માલસામાન ની અછત હોવાથી ચીજવસ્તુઓ ના ભાવ બમણાં લેવામાં આવી રહ્યા હોવાની વાત નો સ્વીકાર કર્યો હતો. કોરોના વાયરસની મહામારીને લીધે સમગ્ર દેશ ૨૧ દિવસ લોકડાઉનના પગલે ઘરમાં બેસીને વાયરસના પ્રક્રોપને ખાળવા પ્રયત્નો કરી રહ્યો છે. ત્યારે આવા ખાંધિયા અને લાલચું દુકાનદારોને લીધે લોકોને ડબલ માર પડયો છે. તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવા કાળાબજારીયા દુકાનદારો સામે સખત પગલાં ભરી કટોકટીના સમયમાં કાળાબજાર એકટ હેઠળ પગલાં ભરી જેલ હવાલે કરી દેવા જોઇએ તેવો લોકોમાં સુર ઉઠયો છે. (સાંકેતિક તસ્વીર)
High light-તાપી જિલ્લામાં લાલચું દુકાનદારોને લીધે લોકોને ડબલ માર:જિલ્લા કલેકટર તપાસ હાથ ધરશે કે પછી.....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application