Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉન ભંગ બદલ,વ્યારા નગરમાં દુકાનદારો વિરુદ્ધ ગુનો નોંધાયો

  • March 31, 2020 

Tapi mitra News-વ્યારામાં લોકડાઉન દરમિયાન દુકાન કે ઓફિસ જરૂરી ન હોવા છતાં ખુલ્લી રાખનારા,જાહેરમાં એકત્ર થનારા, કામ વગર રોડ ઉપર આંટાફેરા મારનારા, શેર-ગલીમાં ગપાટા હાંકનારા શખ્સો વિરુદ્ધ તાપી જિલ્લા પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુન્હા નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નોવેલ કોરોના વાયરસ COVID 19 ના ઝડપી સંક્રમણ ને ધ્યાને લેતા સરકારે લોકડાઉન જાહેર કરેલ છે. જેની અમલવારી માટે જિલ્લા મેજી.સાહેબ તાપી વ્યારા નાઓએ જાહેરનામુ બહાર પાડેલ છે. જાહેરનામાની કડક અમલવારી કરવા જિલ્લા પોલીસ વડા એન.એન.ચૌધરી નાઓએ આપેલ સૂચના હેઠળ તા.30 માર્ચ નારોજ (૧) મીનેશભાઈ જસવંતભાઈ માળી (૨) નયનેશભાઈ જશવંતભાઈ માળી બંને રહે,માલીવાડ નવી પોસ્ટ પાસે-વ્યારા જી.તાપી નાઓ પોતાની "કમલા ફ્લાવર્સ" નામની ફુલહાર તથા બુકેની દુકાન ખુલ્લી રાખી હતી તેમજ હિતેશભાઈ રાજુભાઇ સીવદે રહે,દાદરી ફળિયું-વ્યારા નાએ વ્યારા સુરભી ટાવરમાં સામે આવેલ પોતાની "રાજ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ" નામની દુકાન ખુલ્લી રાખતા,વ્યારા પોલીસે દુકાનદારો વિરુદ્ધ ઇપીકો કલમ-૧૮૮ મુજબ લોકડાઉન ભંગ બદલ અલગ અલગ ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આમ તાપી જિલ્લા પોલીસે લોકડાઉન ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application