Tapimitra News-ઓપરેશન ગ્રુપ સુરત વિભાગના પીએસઆઈ જી.આર.જાડેજા સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ હતા તે દરમિયાન હેડકોન્સ્ટેબલ શક્તિસિંહ સુખદેવસિંહ નાઓને બાતમી મળી હતી કે,એક ક્રીમ કલરનો ટાટા ટેમ્પોમાં આવશ્યક વસ્તુ ઘઉં (અનાજ)ની આડમાં વિદેશીદારૂનો જથ્થો ભરી ધુલિયા-નવાપુર (મહારાષ્ટ્ર) થી સુરત તરફ આવી રહેલ છે,અને આ ટેમ્પાનું એક સફેદ કલરની કોરોલો ગાડી નંબર જીજે-5-સીબી-8831 પાઈલોટીંગ કરે છે,હાલ માં આ ટેમ્પો સોનગઢ ટોલ નાકું પસાર કરી ચૂકેલ છે. જેથી ઓપરેશન ગૃપની ટીમ બારડોલીના હિંડોલિયા ગામની સીમમાં આનંદ હોટલ સામે નેશનલ હાઇવે નંબર 53 વ્યારા-સુરત જતી ટ્રેક ઉપર વોચમાં હતા. તે દરમિયાન પાક્કી બાતમી અને હકીકતના આધારે ટેમ્પો અને ગાડીને ઝડપી પાડી ત્રણ મહિલા સહિત કુલ 6 આરોપીઓને અટક કરવામાં આવી હતી, અનાજની ગુણો હટાવી તપાસ કરતા ટેમ્પો માંથી (1) 116 પુઠ્ઠાના બોક્સમાં ભારતીય બનાવટના વિદેશીદારૂની વ્હીસ્કીની બોટલો મળી કુલ નંગ 5568,કી.રૂ.4,82,400/- (2) 78 ઘઉં અનાજની ગુણો કી.રૂ.24,400/-, મળી આવી હતી. ત્રણ મહિલાઓ સહિત પકડાયેલા આરોપીઓની અંગ ઝડતી માંથી કબજે કરેલ મોબાઈલ ફોન નંગ 5 કી.રૂ.16,000/-,આરોપી ધર્મેશ સોનવણેની અંગ ઝડતી માંથી કબજે કરેલ રોકડા રૂ.14,00/-,તેમજ ટાટા ટેમ્પો નંબર એમએચ-18-એમ-7830 કી.રૂ.4,00,000/- તથા ટોયોટા કોરોલા ગાડી નંબર જીજે-5-સીબી-8831 કી.રૂ.3,00,000/- મળી કુલ્લે રૂપિયા 12,24,200/- નાં મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા વિદેશીદારૂનો જથ્થો અજય પવાર રહે,ધુલિયા-મહારાષ્ટ્ર નાઓએ ભરી આપેલ હોય અને દારૂનો જથ્થો સુરત ખાતે છુટક વેચાણ કરનાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પકડાયેલા આરોપીઓ સહિત વોન્ટેડ આરોપી વિરુધ્ધ ફરિયાદના આધારે બારડોલી પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
High light-ઓપરેશન ગૃપના હાથે ઝડપાયેલી ત્રણ મહિલા સહિત 6 આરોપીઓના નામ..
(1) શંકર અન્ના સિંદે રહે,આદર્શકુંજ સોસાયટી,ગોડાદરા આસપાસ-લિંબાયત,સુરત મૂળ રહે,કામઠીગામ તા.સીંગોદા,અહમદનગર-મહારાષ્ટ્ર
(2) ધર્મેશ દેવીદાસ સોનવણે રહે.આવાસ,મહાકાલી નગર અમરોલી-સુરત,મૂળ રહે.માલપુર ગામ,સિંધખેડા,જી.ધુલિયા-મહારાષ્ટ્ર વિગેરે આરોપીઓ
(3) સુનીલ કંચન બડગુજર રહે,પાંડેસરા,ઉધના-સુરત
(4) બેબીબેન રમેશભાઈ જાધવ રહે,ગોડાદરા આસપાસ-લિંબાયત,સુરત
(5) સુશીલાબેન નારાયણભાઈ પાટીલ રહે,ગોડાદરા આસપાસ-લિંબાયત,સુરત
(6) મંગલાબેન દિલીપભાઈ થોરાટ રહે,ગોડાદરા આસપાસ-લિંબાયત,સુરત
high light-ટેમ્પોમાં આવશ્યક વસ્તુ ઘઉં (અનાજ)ની આડમાં વિદેશીદારૂનો જથ્થો ભરી ધુલિયા-નવાપુર (મહારાષ્ટ્ર) થી સુરત તરફ આવી રહેલ છે અને આ ટેમ્પાનું એક સફેદ કલરની કોરોલો ગાડી નંબર જીજે-5-સીબી-8831 પાઈલોટીંગ કરે છે,હાલ માં આ ટેમ્પો સોનગઢ ટોલ નાકું પસાર કરી ચૂકેલ હોવાની બાતમી મળી હતી...
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500