Tapimitra News-લોકડાઉનના કારણે સમગ્ર દેશ અને રાજ્ય ઠપ્પ થઇ ચુક્યા છે. જેના કારણે ગુજરાતમાં બહારથી આવેલા સેંકડો શ્રમજીવીઓ પોત પોતાના રાજ્યમાં ગામ તરફ પરત ફરી રહ્યા છે. જો કે લોકડાઉનના કારણે કોઇ વાહન નહી મળવાનાં કારણે આ શ્રમજીવીઓ પોતાનાં પરિવાર સાથે ખભે થેલા નાખીને ચાલતી પકડી છે. આ લોકો ચાલતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનાં રાજ્યોમાં પોતાના પારિવારિક ગામડે પરત ફરી રહ્યા છે.
ગુજરાત સરકાર અને સ્થાનિક શહેર તંત્ર દ્વારા વારંવાર તમામ શ્રમજીવીઓને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે. તેમનાં રહેવા અને ખાવાની તમામ વ્યવસ્થા શહેર અને સરકાર દ્વારા કરવામાં આવશે. જો કે શ્રમજીવી પરિવારો સતત હિજરત કરી રહ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફના પરિવારો દ્વારાt ખુબ જ મોટા પ્રમાણમાં પગપાળા હિજરત કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોટા પ્રમાણમાં હિજરત કરી રહેલા પરિવારો માટે સરકાર દ્વારા પ્રાથમિક તબક્કામાં બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે હવે સરકાર દ્વારા તમામ શ્રમજીવીઓને ઘરે જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તેમ છતા હિજરત મોટા પ્રમાણમાં થઇ રહી છે. સ્થાનિક પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે. હાલ તો શ્રમજીવીઓની હિજરત મોટા પ્રમાણમાં ચાલુ છે. જેના કારણે તંત્ર પણ ચિંતિત છે.
high light-તાપી જીલ્લાની સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા ખડેપગે શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે. હાલ તો શ્રમજીવીઓની હિજરત મોટા પ્રમાણમાં ચાલુ છે. જેના કારણે તંત્ર પણ ચિંતિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application