ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા મા તંત્ર દ્વારા લોકડાઉન મા જીવન જરુરી ચીજવસ્તુઓ સરળતા થી મળી રહે અને લોકો ગભરાટ અને ઉચાટ મા ટોળાં બની ને કાયદાનો ભંગ ના કરે તે માટે ની એડવાઈઝરી જાહેર કરવામા આવી છે.
અનાજ કરીયાણા ની દુકાનો બપોર ના બે વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે,ઘરે બેઠા કરિયાણું મંગાવવા માટે દૂકાનદારો ના નંબરો જાહેર કરાયા છે. શાકભાજી ના વેચાણ માટે સવાર ના દસ વાગ્યા સુધી ચાર અલગ-અલગ જગ્યાઓ નિયત કરવામા આવી,ઘરે બેઠા શાકભાજી મંગાવવા ઇચ્છતા લોકો માટે વેપારીઓ ના નંબરો જાહેર કરાયા છે. લારી ફેરવી ને શાકભાજી વેચતા ફેરીયાઓ ને છુટ આપવામાં આવી છે. દૂધ ના વિક્રેતાઓ ને ચોવીસ કલાક વેચાણ માટે મંજૂરી આપી છે અને ઘરે ઘર દૂધ આપવા જતાં લોકો ને પણ છુટછાટો આપવામા આવી છે.આ વ્યવસ્થા વચ્ચે કેટલાંક મુનાફાખોર માનસિકતા વાળા લોકો અને કાળાબજારીયાઓ માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી, જીલ્લા કલેક્ટર કે પુરવઠા વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં નથી આવ્યો જેથી આવી મુશ્કેલ ઘડી મા પણ વધુ નફો રળી લેવા વાળા તકસાધુઓ ને દબોચી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application