ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા : રાજપીપળા નગર પાલિકા દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રાખવામાં આવી હોય દરેક દુકાનોમાં ભારે ભીડ જમા થતી હોય તેથી ભીડને કાબુમાં કરવામાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે થઈ રહેલી ભીડ કે પડાપડીને અટકાવવા માટે પાલીકા દ્વારા રાજપીપળા પાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલે લોકોના સ્વાસ્થ્ય ની ચિતા કરી આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. હાલ લોકડાઉન ટાણે આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રાખવામાં આવી હોય આ દુકાનોમાં જાહેર જનતા ખરીદી કરવા જાય ત્યારે ત્યાં એક સામટી ભીડ જમા થાય તો ક્યારેક મુશ્કેલી ઉભી થાય એમ હોય હાલ કોરોના ના સંકટને લઇને આ નવતર પ્રયોગ શરૂ કર્યો છે. ગ્રાહકોની ભીડને કાબૂમાં રાખવા માટે દુકાન બહાર દોરેલા વર્તુળ ના આ અભિગમથી લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી.કેમ કે હાલ આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રાખવામાં આવી હોય ત્યાં પડતી મોટી લાઇનો ને કાબુમાં રાખવા આ પ્રયોગ જનતાના હિત માટે ખૂબ હિતાવહ છે તેના થકી ગ્રાહકો દુકાન બહારના વર્તુળ (રાઉન્ડ) માં ઉભા રહી નંબર આવે ત્યારે એક બાદ એક ખરીદી કરશે.પાલીકાના ચીફ ઓફિસર જયેશ પટેલના આ પ્રયાસનું લોકો પાલન કરશે તો એ સૌ માટે હિતકારી પગલું કહેવાશે તેમ લોકોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application