Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના ઈફેક્ટ:સુરત શહેર માંથી રાત્રે 3:00 વાગ્યાથી ચાલતા નીકળ્યા છે, કોઇપણ વ્યક્તિ મદદ કરવા રાજી નથી,ન તો જમવાનું મળે છે, કોઈ વાહન પણ નથી મળી રહ્યું..

  • March 25, 2020 

Tapimitra News-Vyara:દેશભરમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે દરેક રાજ્યએ પોતાની સરહદો સીલ કરી દીધી છે. ગુજરાતે લોકડાઉન કર્યું હોવાથી એસટી સેવા,બસ સેવા,રેલવે સેવા સહિતની માસ ટ્રાન્સપોર્ટેશનની તમામ સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. જેને કારણે જે લોકો પોતાના વતન જવા માંગતા હતા તે રસ્તામાં અટવાયા છે કોઈ સુવિધા ઉપલબ્ધ ન મળવાથી મહારાષ્ટ્ર ના મજૂરો પગપાળા મહારાષ્ટ્ર જવા નીકળ્યા છે. કોરોનાને કારણે શહેરી વિસ્તારમાં રોજગાર વ્યવસ્થા ઠપ્પ થઈ ગયો છે. કોઈ વિકલ્પ નથી રહ્યો, તો સાથે જ ટ્રાન્સપોર્ટેશનની કોઈ સુવિધા પણ મળી નથી, તેથી બેરોજગાર બનેલા આ મજૂરોએ વતન તરફ મીટ માંડીને ચાલતી પકડી છે. મહારાષ્ટ્ર તરફ જઈ રહેલા એક રોજમદારે તાપીમિત્ર ને જણાવ્યું હતું કે, સુરત શહેર માંથી રાત્રે 3:૦૦ થી વાગ્યા ચાલતા નીકળ્યા છે, કોઇપણ વ્યક્તિ મદદ કરવા રાજી નથી ,નજદીકમાં ઉભા રહેવા દેતા નથી. હાઇવે પર ચાલતા વાહનચાલકો પણ બેસાડતા નથી એટલે હમો બધા આશરે 200 જેટલા મજૂરો જુદીજુદી ટુકડીમાં પોતાના પરિવાર અને નાના બાળકો સાથે પગપાળા મહારાષ્ટ્ર તરફ જવા મજબૂર બન્યા છે. ન તો જમવાનું મળે છે, કોઈ વાહન પણ નથી મળી રહ્યું. અમને ખાવાનું તો જોઈને. રાત્રે ત્રણ વાગ્યા થી સુરત થી ચાલતા નીકળ્યા છે. ભૂખ્યા પેટે કેટલા ચાલીશું, અમારા રૂમ ખાલી કરાવી દીધા. આમ, આ એ રોજમદારો છે, જેઓ રોજ કમાઈને રોજ ખાય છે. જ્યાં રોજગારી જ મળતી ન હોય તો તેઓ કમાવશે શું અને કોના ભરોસે તેઓ બેસી રહેશે. આવામાં પોતાના વતન જવા નીકળેલા મજૂરોને વાહનવ્યવહાર પણ મળી નથી રહ્યો. વાહનવ્યવહાર બંધ હોવાથી પગપાળા ચાલતા નીકળ્યા છે. તેઓએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના દોન્ડાઈચા અને નંદુરબાર ના 100-200 લોકો જેટલા છીએ હમો,ખાવા-પીવા ની  તકલીફ છે મજુર માણસો છીએ અમે, રસ્તામાં કોઈ ગાડી મળશે તો તેમાં બેસીશું, નહિ તો ચાલતા જ જઈશું. આમ, સુરત માંથી જનારા એક-બે નહિ, મોટી સંખ્યામાં લોકો છે, જે માદરેવતન મહારાષ્ટ્ર તરફ જવા નીકળ્યાં છે. રોજ કમાઈને રોજ ખનારા આ રોજમદારોને હાલ લોકડાઉનમાં કોઈ જ કામ મળી નથી રહ્યું. તો બીજી તરફ, તાપી જીલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 53 પર ચાલતા જતા લોકોના ટોળા જોવા મળી રહ્યાં છે. લોકડાઉનને લઈને રાજ્યમાં બહારથી આવેલા શ્રમિકો અને છૂટક ધંધાર્થીઓ વતન તરફ ચાલતા જવા લાગ્યા છે. મહારાષ્ટ્રના દોંડાઈચા અને નંદુરબાર વિસ્તાર માંથી સુરત શહેરમાં રોજગારી માટે ગયેલા લોકો વતન તરફ પગપાળા જવા  મજબુર બન્યા છે. વાહનો બંધ થવાને લઈ ને આખરે ચાલતા જ વતન તરફ નીકળી પડ્યા છે. high light-મહારાષ્ટ્રના દોન્ડાઈચા અને નંદુરબાર ના 100-200 જેટલા લોકો છીએ હમો,ખાવા-પીવા ની  તકલીફ છે મજુર માણસો છીએ અમે, રસ્તામાં કોઈ ગાડી મળશે તો તેમાં બેસીશું, નહિ તો ચાલતા જ જઈશું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application