Tapi mitra News-vyara:"કોરોના" ના કહેર વચ્ચે જાહેર જનતાની સુખાકારી માટે વધુ સાધન સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે ૨૬-બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ તેમના મત વિસ્તારમાં સમાવિષ્ટ સુરત અને તાપી જિલ્લાને ₹ ૧૫૦ લાખનું અનુદાન ફાળવ્યુ છે.
"કોરોના" સામેના જંગમાં આરોગ્ય સુવિધાઓ વધારવા માટે જરૂરી વેન્ટિલેટર અને અન્ય સાધન સુવિધાઓ વધારવા માટે સુરત મ્યુનિસપિલ કોર્પોરેશનને ₹ ૫૦ લાખ, સુરત કલેક્ટરશ્રીને ₹ ૫૦ લાખ, તથા તાપી જિલ્લા કલેક્ટરશ્રીને ₹ ૫૦ લાખ મળી, કુલ ₹ ૧૫૦ લાખની રાશી સંસદ સભ્ય વિસ્તાર વિકાસ નિધિ સને ૨૦૧૯/૨૦ માંથી મંજુર કરવા માટે સુરત જિલ્લા આયોજન મંડળને જાણ કરી છે. જેનો લાભ આ વિસ્તારના જરૂરિયાતમંદ પ્રજાજનોને મળી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application