ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:ગુજરાત સરકાર દ્વારા તા.૨૪.૦૩.૨૦૨૦ ના મધરાતે થી આપવા મા આવેલા લોકડાઉન ના આદેશ ને રાજપીપળા ની શાકમાર્કેટ વાળા ઘોળી ને પી ગયાં હોવાનું સામે આવ્યું છે,અહીંના વેપારીઓ સામાન્ય દિવસો ની જેમ હાટડીઓ માંડી ને બેસી ગયાં હતાં, ત્રણસો પાંસઠ દિવસ કમાતા વેપારીઓ આવી કપરી પરિસ્થિતિ મા પણ સરકાર ના આદેશ ને ફંગોળી દેતા નગરજનો ના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઉભો કર્યો છે. આખું જગત આવી પડેલી આફત સામે ઝઝુમી રહ્યુ છે ત્યારે શાકમાર્કેટ ના વેપારીઓ લાલચ ને ત્યાગી શક્યા હોત ! શાકભાજી જેવી જીવન જરુરી વસ્તુઓ ખરી પણ એને લોકો સુધી પહોંચાડવા ની રીત હવે બદલવી જરુરી. કલેકટર અને જીલ્લા પોલીસ વડા તાત્કાલિક પગલાં ઉઠાવે તેવી લોકો ની માંગ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application