Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત રાજ્ય બહારથી આવતી પેસેન્જેર બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબ રાજ્યમાં આજથી પ્રવેશી શકશે નહીં.

  • March 23, 2020 

વ્યારા:દેશભરમાં ફેલાઇ રહેલો કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા ગુજરાત સરકારના વાહન વ્યહવહાર વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને મહત્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે રાજ્ય વાહન વ્યવહાર વિભાગના જણાવ્યા અનુસાર,તા.૩૧-૦૩-૨૦૨૦ સુધી અન્યે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ગુજરાતમાં આવતી પેસેન્જાર બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો્ છે. આ  નિર્ણયથી ગુજરાત રાજ્ય બહારથી આવતી તમામ પેસેન્જેર બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબ ગુજરાત રાજ્યમાં આજથી પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં નોંધાયેલ ગુજરાત પાસિંગ પેસેન્જ્ર બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબ તા.૨૫-૦૩-૨૦૨૦ સુધી રાજ્યની અંદર પણ મુસાફરોની હેરફેર કરી શકશે નહીં, પરંતુ કોરોના વાઇરસના નિયંત્રણની કામગીરીમાં રોકાયેલ ઇમરજન્સીજ–મેડિકલ સર્વિસીસ અને અંગત વપરાશ માટેના વાહનો અને સરકારી ફરજમાં રોકાયેલા વાહનોને આ નિર્ણયથી મુક્તિ આપવામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં દરરોજ મહારાષ્ટ્ર,રાજસ્થાન અને મધ્યે પ્રદેશની પેસેન્જર બસો દ્વારા મોટી સંખ્યાયમાં મુસાફરોની હેરફેર થાય છે. આ હેરફેરથી કોરાના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસને લઇ  GSRTC દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 25 માર્ચ સુધી GSRTC ના તમામ રૂટ બંધ રહેશે. આજથી GSRTC ના તમામ રૂટો બંધ રહેશે. રાજ્યની 7 હજાર 500 બસ 25 માર્ચ સુધી બંધ રહેશે. એક્સપ્રેસ,લોકલ અને આંતરરાજ્ય કનેક્ટિવીટી બંધ રહેશે high light-કોરોના વાયરસને લઇ  GSRTC દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 25 માર્ચ સુધી GSRTC ના તમામ રૂટ બંધ રહેશે. high light-તા.૩૧-૦૩-૨૦૨૦ સુધી અન્યે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ગુજરાતમાં આવતી પેસેન્જાર બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો્ છે. આ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application