Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi:જીલ્લાની બોર્ડર પર અવર જવર પર રોક લગાવાઈ,કોરોના વાયરસ ન ફેલાઈ તે માટે પગલાં લેવાયા

  • March 23, 2020 

Tapimitra News-vyara:ગુજરાતમાં હાલ કોરોનાના ૨૯ કેસ નોંધાયા છે. ૨૯ કેસમાં અમદાવાદમાં ૧૩ કેસ,સુરતમાં ૪,વડોદરામાં ૬,રાજકોટમાં ૧,ગાંધીનગરમાં ૪,કચ્છમાં એક કેસ નોંધાયો છે.  જેમાંથી સુરતના એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે ૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર જીલ્લામાં ૧૪ જેટલા લોકોને તેમના ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમના ઘર બહાર ૨૪ કલાક માટે હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં કોરોનાના ૩૯૬ પોઝિટિવ કેસ નોંધાયા છે અને કુલ ૮ લોકોના મોત થયા છે. વિશ્વની વાત કરીએ તો વિશ્વના ૧૯૨ દેશોમાં કોરોના વાયરસ પહોંચી ગયો છે. ૧૯૫ દેશો માંથી હવે ૩ દેશ જ બાકાત રહ્યાં છે. વિશ્વભરમાં ૧૪૬૧૧ લોકોના મોત થયા છે. જ્યારે ૩ લાખ ૩૬ હજાર ૬૩૮ પોઝિટિવ કેસ નોંધાયેલા છે.  ગુજરાત સરકારે કોરોના વાયરસને ફેલતો અટાકવવા માટે વધુ મહત્વપૂર્ણ નિર્ણંય લીધો છે. ગુજરાત રાજ્યમાં આંતરિક પબ્લિક ટ્રાન્સપોર્ટ પર રોક લગાવી છે. ગ્રામ્ય પંથકમાં વાયરસ ન ફેલાઈ તે માટે પગલાં લેવાયા છે. ૨૫ માર્ચ સુધી ખાનગી પેસેન્જર વાહનો પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. જીવન જરૂરિયાત અને સરકારી ગાડીઓ જ ગુજરાતમાં ફરી શકશે. High light:તાપી જીલ્લાની બોર્ડર પર અવર જવર પર રોક લગાવાઈ કોરોનાને પ્રસરતો અટકાવવા માટે સોનગઢ,ઉચ્છલ અને નિઝર સાથે જોડાયેલી મહારાષ્ટ્રની બોર્ડર પરથી અવર જવર પર રોક લગાવાઈ,નવો આદેશ ના જાહેર થાય ત્યાં સુધી આ રોક ચાલુ રહેશે. High light:સોનગઢ આરટીઓ ચૅકપોસ્ટ ના માર્ગે ગુજરાતમાં પ્રવેશતા તમામ ખાનગી અને ગુડ્સ વાહનો માં સફર કરતા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. ગુડ્સ અને ખાનગી વાહનો ને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો તેમજ અન્ય નિગમોની બસો ને સરકાર દ્વારા ગુજરાતમાં પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. High light:ગુજરાતના ૬ શહેરો લોકડાઉન જાહેર:૩૧ માર્ચ સુધી ગુજરાતના ૬ શહેરો લોકડાઉન જાહેર કરાયા છે.અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,ગાંધીનગર અને કચ્છ ૩૧ માર્ચ સુધી લોકડાઉન રહેશે. High light:તાપી જીલ્લામાં ૧૪ જેટલા કોરેન્ટાઈન દર્દીઓનું મોટું લિસ્ટ:તાપી જીલ્લામાં કોરોના વાઇરસને પગલે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેમ છે. ત્યારે તંત્રએ ૧૪ જેટલા કોરોન્ટાઇન દર્દીઓનું લિસ્ટ બનાવ્યું છે. હોમ કોરેન્ટાઈન હેઠળ રખાયલા વ્યક્તિઓના ઘરે તંત્રના અધિકારીઓને સ્ટીકર લગાવવાની જવાબદારી આપવામાં આવી છે. તાપી જીલ્લામાં માં વિદેશથી આવેલા હોમ કોરોન્ટાઇન દર્દીઓના ઘરે આ સ્ટીકર લગાવાઈ રહ્યા છે.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application