Tapimitra News-વ્યારા:તાપી જિલ્લા માં 11 જેટલા વ્યક્તિઓ ને હોમ કોરોન્ટાઇન હેઠળ રખાયા હોવાનું સામે આવ્યું છે,હોમકોરોન્ટાઇન હેઠળ રખાયેલા શંકાસ્પદ વ્યક્તિઓ ઘર ની બહાર ન નીકળે અને કોઈ ના સંપર્ક માં ન આવે એ માટે તેમના ઘર બહાર હોમગાર્ડ તૈનાત કરાયા છે. કોરોના વાયરસ ને પગલે તાપી જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે અને કોઇપણ પરિસ્થિતિ ને પહોચી વળવા સજ્જ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી તરીકે જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ નિવારવા તાપી જિલ્લા કલેક્ટર દ્વારા હજુ સુધી અનેકવિધ પગલાંઓ ભરવામાં આવ્યા છે, જે પૈકી હોમકોરોનટાઇલ લોકો પર નજર રાખવાને માટે તેમના ઘરો પર સ્ટીકર લગાડવાની સાથે તેમના ઘર બહાર હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે, વિદેશો માંથી થોડા દિવસો અગાઉ ભારત ફરેલા તાપી જિલ્લામાં વસતા લોકો અન્યોના સીધા સંપર્કમાં ન આવે અને કોરોના રૂપી મહામારી નું વધુ સંક્રમણ ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે જિલ્લા પ્રસાસન દ્વારા હોમકોરોનટાઇન હેઠળ આવા લોકોના ઘર બહાર તંત્ર એ સ્ટીકરો મારીને વિદેશથી આવેલા વ્યક્તિઓના ઘર બહાર હોમગાર્ડ તૈનાત કરી દેવાયા છે.
High light-કોરોના વાયરસ ને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ,
આથી તાપી જીલ્લાની જાહેર જનતાને અપીલ કરવાની કે છેલ્લા ૧૫ દિવસ કરતાં ઓછા સમયથી બહારના દેશોથી તાપી જીલ્લામાં આવેલ નાગરિકોની જાણ અત્રેના આરોગ્ય શાખાના કંટ્રોલ રૂમ નં.૦૨૬૨૬-૨૨૦૪૫૩ પર જાણ કરવા જણાવવામાં આવે છે. જેથી રોગ અટકાયતી પગલાં લઈ શકાય અને નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application