Tapimitra News-વ્યારા:કોરોનાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. તાપી જિલ્લામાં મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી 144ની કલમ લાગુ કરવામાં આવી છે. ખાસ કરીને કોરોના વાઇરસને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે 144 કલમ લાગુ કરવાના કારણે જિલ્લામાં જાહેર સ્થળો કે માર્ગ કે મેદાનમાં 4 થી વધુ વ્યક્તિ એકઠા થઇ શકશે નહી. આ જાહેરનામું 21 માર્ચથી લઇને 31 માર્ચ સુધી લાગુ કરવામાં આવ્યું છે.વધુમાં જણાવામાં આવ્યું છેકે,કોઇપણ વ્યક્તિ કોરોના વાયરસ અંગેની કોઇપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડિયા મારફત ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application