Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં કોરોના નો શંકાસ્પદ કેસ સામે આવતાં તંત્ર દોડતુ થયું,યુકે,કેનેડા અને જર્મની થી પરત ફર્યો છે યુવક

  • March 20, 2020 

Tapimitra News-વ્યારા:તાપી જીલ્લામાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો. ૧૪ દિવસ પહેલા યુવક યુકે,કેનેડા અને જર્મની થી વ્યારા પરત ફર્યો હતો. ૨૮ વર્ષીય યુવકમાં કોરોના ના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે તાપી જીલ્લામાં કોરોના વાયરસ નો શંકાસ્પદ કેસના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતુ.  હાલ આ યુવકના સેમ્પલ લેવામાં આવ્યા છે યુવકને તકેદારીના ભાગરૂપે આઇસોલેશન વોર્ડમાં જનરલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારી સાથે થયેલ ટેલીફોનીક વાતચીતમાં તાપીમિત્રને જણાવ્યું હતું કે,૨૮ વર્ષીય યુવક ૧૪ દિવસ પહેલા જ જર્મની,કેનડા અને યુકે થી વ્યારા પરત આવ્યો હતો. યુવક તેના ઘરમાં હોમ કોરોન્ટાઈન માં હતો. જેને આજરોજ શરદી,ઉધરસ અને નબળાઈ જણાઈ આવતા વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવકને તકેદારીના ભાગરૂપે આઇસોલેશન વોર્ડમાં જનરલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application